Money9: શોભિતા આવતા મહિને મોરેશિયસ જઇ રહી છે. ઘણાં સમયથી ફરવાનો પ્લાન બનાવી રહી હતી. એટલે એક સપ્તાહ પહેલા ઇન્ટરનેશનલ ક્રેડિટ કાર્ડ પણ લઇ લીધું. ફોરેક્સ કાર્ડ પણ લેવાનું વિચારી રહી છે. એટલે કે પેમેન્ટ માટે જેટલા ઓપ્શન available હોય એટલું વધારે સારું. પરંતુ તે એ નથી જાણતી કે મોરેશિયસમાં UPIથી પણ પેમેન્ટ થઇ શકે છે. જી હાં, મોરેશિયસ એવા પસંદગીના દેશોમાં સામેલ છે. જ્યાં તમે QR કોડ દ્વારા પેમેન્ટ કરી શકો છો.
UPI કયા દેશોમાં કામ કરી રહ્યું છે અને તમે વિદેશ યાત્રા દરમિયાન કેવી રીતે આનો ઉપયોગ કરી શકો છો. આવો સમજીએ આ વીડિયોમાં. અત્યારે QR scan and payની સુવિધા ઘણાં દેશોમાં કામ કરી રહી છે.
National Payments Corporation of India અટલે કે NPCIએ સિંગાપુર, UAE, શ્રીલંકા, મોરેશિયસ અને ભૂટાનમાં લોકલ નેટવર્ક્સની સાથે ભાગીદારી કરી છે. આ ઉપરાંત ફ્રાન્સ, ઓમાન અને સાઉથ ઇસ્ટ એશિયાના કેટલાક દેશોમાં UPI દ્વારા ઓનલાઇન પેમેન્ટ કરી શકાય છે. સાથે જ બ્રિટન, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને યૂરોપના કેટલાક દેશોમાં પણ UPI સર્વિસ શરૂ કરવા પર વાતચીત ચાલી રહી છે.
NPCIનું ઇન્ટરનેશનલ એકમ NPIL એટલે કે NPCI International Payments Limited. ગ્લોબલ પાર્ટનર્સની સાથે પોતાની ભાગીદારીના આધારે તમામ પ્રકારના QR વેલિડેટ કરે છે. આ એક વ્યવસ્થા છે જે હેઠળ UPI એપ્સને ઇન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શનને ઇનેબલ કરવાનો ઓપ્શન આપવાનો હોય છે.
આ વ્યવસ્થામાં બેંકની પણ ભૂમિકા હોય છે. બેંકોએ પોતાની સિસ્ટમમાં જરૂરી દેશો અને તેની કરન્સીને એડ કરવાની હોય છે. જેથી ઇન્ટરનેશનલ UPI ટ્રાન્ઝેક્શન ઇનેબલ થઇ શકે.
હવે સૌથી જરૂરી સવાલ એ છે કે તમે વિદેશમાં આનો ઉપયોગ કેવી રીતે કરી શકો છો? તો આના માટે તમારે સૌથી પહેલા એ ચેક કરવું પડશે કે તમારી UPI એપમાં ઇન્ટરનેશલ પેમેન્ટનો ઓપ્શન છે કે નહીં. ઇન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શન માટે તમારે આ ઓપ્શન ઇનેબલ કરવો પડશે.
BHIM, PhonePe, Google Pay અને Paytm જેવી UPI એપ્સ પર ઇન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શનનો ઓપ્શન મળે છે. આમાંથી કોઇપણ એપ પર જાઓ. જ્યાં તમારી પ્રોફાઇલ પર ક્લિક કરો. ત્યાં પેમેન્ટ સેટિંગ્સ સેક્શનમાં UPI ઇન્ટરનેશનલ પર ક્લિક કરો. ત્યારબાદ જે બેંક એકાઉન્ટનો ઉપયોગ કરવા માંગો છો તેની એક્ટિવેટ ટેબ પર ટેપ કરો. અલગ-અલગ ટેપ પર એક્ટિવેશન પીરિયડ નક્કી કરવાની પણ સુવિધા છે. તમે 1 સપ્તાહ, 2 સપ્તાહ, 1 મહિનો, 3 મહિનામાંથી કોઇપણ વિકલ્પ પસંદ કરી શકો છો અથવા ડેટ રેન્જ સિલેક્ટ કરી શકો છો. ત્યારબાદ UPI પિન નાંખીને એક્ટિવેશન કન્ફર્મ કરો. ત્યારબાદ તમે વિદેશમાં UPIનો ઉપયોગ કરી શકો છો. જો કે દેશમાં તો UPI આપણા માટે સંપૂર્ણ ફ્રી છે.
પરંતુ વિદેશમાં યુપીઆઇનો ઉપયોગ કરવા પર તમારે ફી ચૂકવવી પડશે. આમાં exchange rate calculationનું કામ કરે છે. પાર્ટનર બેંકના રેટ પર એક્સચેન્જ રેટ કેલ્ક્યુલેટ કરવામાં આવે છે. પેમેન્ટ કરતી વખતે ફોરેન એક્સચેન્જ રેટ અને તેના જેટલી કરન્સીની વેલ્યૂ બન્ને જ દેખાય છે. જેથી કસ્ટમરને ખબર પડે કે exact કેટલી એમાઉન્ટ ડેબિટ થશે.
આમાં foreign exchange conversion rate અને બેંક પણ એડ થશે. જો કે હજુ પણ એવી લોકલ મર્ચન્ટ કે શોપ છે જે UPI accept કરે છે. પરંતુ તેની સંખ્યા ધીમે-ધીમે વધશે એ નક્કી છે. એટલે વિદેશ યાત્રા દરમિયાન તમારે એવી શોપ્સ શોધવી પડશે જે UPI પેમેન્ટ accept કરે છે. સરળ રીત એ છે કે મર્ચન્ટ આઉટલેટ સાઇટ પર UPI BHIM લોગો શોધો. લોગો દેખાય તો જણાવો કે તમે UPI પેમેન્ટ કરવા માંગો છો. ત્યારબાદ તમે સરળતાથી યુપીઆઇ દ્વારા વિદેશમાં પણ પેમેન્ટ કરી શકો છો. પરંતુ પેમેન્ટ કરતા પહેલાં એકવાર દુકાનદારને પૂછી લેજો કે તે આને એક્સેપ્ટ કરે છે કે નહીં..જેથી તમારા માટે સરળતા રહે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો