Money9: AIની રેસમાં હવે જીયો પણ સામેલ થઇ ગઇ છે. જો કે Jioનું AI ChatGPT બીજા AI થી અલગ છે. જિયો પ્લેટફોર્મ્સે Jio Brainsને લોન્ચ કર્યું છે. જે એન્ટરપ્રાઇસિઝ માટે AI અને મશીન લર્નિંગ પ્લેટફોર્મ છે. એટલે કે કંપનીનું ફોકસ સામાન્ય લોકો નથી પરંતુ કંપનીઓ છે. આ પ્લેટફોર્મ 5G ઇંટીગ્રેટેડ સર્વિસની સાથે આવે છે, જે ટેલીકોમ નેટવર્ક, એન્ટરપ્રાઇઝ નેટવર્ક્સ અને ઇન્ડસ્ટ્રીઝ સ્પેસિફિક IT એનવાર્યમેન્ટને પોતાના રેગ્યુલર ઓપરેશનમાં મશીન લર્નિંગ અને AI ટૂલ જોડવાની સુવિધા આપે છે. સરળ શબ્દોમાં કહીએ તો આ પ્લેટફોર્મ કંપનીઓને પોતાના કામકાજની રીતોમાં AI અને મશીન લર્નિંગનો પાવર ઉમેરવા દે છે.
શું છે જિયો બ્રેઇન?
Jio Brain એક એન્ટરપ્રાઇઝ અને મોબાઇલ રેડી લાર્જ લેંગ્વેજ મોડલ સર્વિસ ઓફર કરે છે જેનો ઉપયોગ જનરેટિવ AI ફીચર્સનો લાભ ઉઠાવવા માટે ક્લાયન્ટ્સ કરી શકશે. આ ક્લાઉડ નેટિવ પ્લેટફોર્મ પર 500 REST API અને ડેટા API છે. જે કંપનીઓને પોતાની જરૂરિયાત અનુસાર કસ્ટમાઇઝ મશીન લર્નિંગ સર્વિસ ક્રિએટ કરવાની સુવિધા આપે છે. આ પ્લેટફોર્મની લોન્ચિંગની માહિતી જિયોના સીનિયર વાઇસ પ્રેસિડેન્ટ આયુષ ભટનાગરે LinkedIn પર આપી છે. તેમણે જણાવ્યું કે જિયો બ્રેઇનને બે વર્ષના રિસર્ચ બાદ તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં સેંકડો એન્જિનિયર સામેલ હતા. આ એનાઉન્સમેન્ટની સાથે તેમણે એક ડોક્યુમેન્ટ પણ એટેચ કર્યો છે.
શું છે કંપનીનું કહેવું?
આ ડોક્યુમેન્ટ અનુસાર, Jio Brain ઇન્ડસ્ટ્રીનું પહેલું 5G ઇંટીગ્રેટેડ મશીન લર્નિંગ પ્લેટફોર્મ છે. ભટનાગરે પોતાની પોસ્ટમાં જણાવ્યું કે, ‘Jio Brain નવી 5G સર્વિસિસ તૈયાર કરવા, એન્ટરપ્રાઇઝિસને ટ્રાન્સફોર્મ કરવા, નેટવર્ક ઓપ્ટીમાઇઝ કરવામાં અને 6G ડેવલપમેન્ટ માટે સ્ટેજ સેટ કરવામાં મદદ કરશે.’ આ પ્લેટફોર્મ AI અને મશીન લર્નિંગ બન્ને પાવર્સની સાથે આવે છે. જે ઓટોમેશન અને જનરેટિવ AI જેવી બન્ને સુવિધાઓ ઓફર કરે છે. એન્ટરપ્રાઇસિઝ આ પ્લેટફોર્મનો ઉપયોગ નેચરલ લેન્ગવેજ પ્રોસેસિંગ અને AI જનરેટિવ ટાસ્કમાં કરી શકે છે. એટલે કે આની મદદથી યૂઝર્સ ફોટોથી વીડિયો, ટેક્સ્ટથી ઇમેજ અને વીડિયો જનરેશન કરી શકે છે. આની પર કોડિંગ પણ કરી શકાય છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો