Money9 Gujarati:
Forbes Richest List 2024: અમેરિકન બિઝનેસ મેગેઝિન Forbes દ્વારા ‘2024 list of Billionaires’ની યાદી બહાર પાડવામાં આવી છે, જેમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી ભારતમાં અને એશિયામાં સૌથી ધનવાન વ્યક્તિ તરીકે છવાઈ ગયા છે. અંબાણીની સંપત્તિ 83 અબજ ડૉલરથી 39.76 ટકા વધીને 116 અબજ ડૉલર થઈ ગઈ છે અને 100 અબજ ડૉલરની સંપત્તિ ધરાવતા પ્રતિષ્ઠિત લોકોની યાદીમાં એશિયામાંથી માત્ર અંબાણીએ સ્થાન મેળવ્યું છે. વિશ્વના ધનિકોની યાદીમાં અંબાણીએ નવમું સ્થાન મેળવ્યું છે.
ફૉર્બ્સની યાદીમાં ભારતીય ધનિકોની સંખ્યા વધીને 200 થઈ ગઈ છે, જે ગયા વર્ષે 169 હતી. ભારતીય ધનિકોની સંપત્તિ પણ 41 ટકા વધીને 954 અબજ ડોલર થઈ છે, જે 2023માં 675 અબજ ડોલર હતી.
ફોર્બ્સના ધનિકોની યાદીમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણી 116 અબજ ડોલરની સંપત્તિ સાથે ટોચના ધનિક છે. જેમની સંપત્તિ ગતવર્ષે 83 અબજ ડોલર સામે 39.76 ટકા વધી છે. આ સાથે તેઓ 100 અબજ ડોલરના ક્લબમાં સામેલ થનારા પ્રથમ એશિયન છે. વિશ્વના ધનિકોની યાદીમાં અંબાણી નવમાં અને ભારત તથા એશિયાના ટોચના અબજોપતિ છે.
ગૌતમ અદાણી 84 અબજ ડૉલરની સંપત્તિ સાથે ભારતના બીજા ક્રમના ધનિક વ્યક્તિ છે. અગાઉ ગૌતમ અદાણીએ એશિયા અને ભારતના પ્રથમ ધનિક વ્યક્તિનું સ્થાન પણ મેળવ્યું હતું, પરંતુ 2023ના જાન્યુઆરીમાં અમેરિકન શોર્ટ સેલર હિન્ડનબર્ગના આરોપોભર્યા અહેવાલ બાદ, સમગ્ર વર્ષમાં અદાણીની સંપત્તિનું 70 ટકા સુધી ધોવાણ થયું હતું.
જિંદાલ ગ્રુપના સાવિત્રી જિંદાલ ભારતના સૌથી વધુ સંપત્તિ ધરાવતા મહિલા છે. 33.5 અબજ ડોલર સાથે તેઓ ભારતના ચોથા અબજોપતિ છે. ફોર્બ્સ 2024ની યાદીમાં 25 ભારતીયોએ પ્રથમ વખત પ્રવેશ કર્યો છે. જેમાં નરેશ ત્રેહન (મેદાન્તાના મેનેજિંગ ડિરેક્ટર), રમેશ કુન્હીકન્નન (કાયનેસ ટેક્નોલોજીના મેનેજિંગ ડિરેક્ટર), અને રેણુકા જગતીયાની (લેન્ડમાર્ક ગ્રુપના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર)નો સમાવેશ થયો છે.
બર્નાલ્ડ અર્નોલ્ટ એન્ડ ફેમિલી 222.8 અબજ ડોલર સાથે વિશ્વના સૌથી વધુ ધનિક વ્યક્તિ છે. જ્યારે જેફ બેજોસ 198.7 અબજ ડોલર સાથે બીજા ક્રમે અને એલોન મસ્ક 190.2 અબજ ડોલરની સંપત્તિ સાથે ત્રીજા ક્રમે છે. માર્ક ઝુકરબર્ગ 174.4 અબજ ડોલર સાથે ચોથા ક્રમના અબજોપતિ છે. પાંચમા નંબરે લેરી એલિસન છે, જેઓ ઓરીકલ કંપની ચલાવે છે, તેમની પાસે $141 બિલિયનની સંપત્તિ છે. વોરન બફેટ આ યાદીમાં છઠ્ઠા સ્થાને છે, તેમની પાસે 133 અબજ ડોલરની સંપત્તિ છે. માઇક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સ 128 અબજ ડોલરની સંપત્તિ સાથે ફોર્બ્સની યાદીમાં સાતમા સ્થાને પહોંચી ગયા છે. 121 બિલિયન ડોલરની નેટવર્થ સાથે સ્ટીવ બાલ્મર આઠમાં નંબરે છે. ભારતના મુકેશ અંબાણી $116 બિલિયનની નેટવર્થ સાથે નવમા સ્થાને છે. તે જ સમયે, આલ્ફાબેટના સીઈઓ લેરી પેજ દસમા સ્થાને છે, તેમની કુલ સંપત્તિ 114 અબજ ડોલર છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો