Money9 Gujarati:
દુનિયાના બે મહાકાય અર્થતંત્રો જાપાન અને બ્રિટન મંદીનો સામનો કરી રહ્યાં છે. એક સમયે દુનિયામાં બીજા ક્રમનું અર્થતંત્ર ધરાવતું નાનકડું જાપાન હવે ચોથા ક્રમે પહોંચી ગયું છે. જર્મની આગળ વધીને ત્રીજા ક્રમે આવી ગયું છે. પ્રથમ ક્રમે અમેરિકા અને બીજા ક્રમે ચીન છે. જાપાનનો GDP સતત છ મહિનાથી ઘટી રહ્યો છે, જેના કારણે તે મંદીમાં સરી પડ્યું છે. 2023માં જાપાનના GDPનું કદ ઘટીને 4.2 ટ્રિલિયન ડૉલર થયું છે જ્યારે જર્મનીના અર્થતંત્રનું કદ 4.46 ટ્રિલિયન ડૉલર નોંધાયું છે.
બ્રિટનના અર્થતંત્રમાં પણ ગંભીર કટોકટી છે. બ્રિટનનું અર્થતંત્ર 2023ના છેલ્લા છ મહિનામાં સતત ઘટ્યું છે. હવે બ્રિટનના GDPનું કદ 3.33 ટ્રિલિયન ડૉલર છે અને દુનિયાના સૌથી મોટા અર્થતંત્રોની યાદીમાં બ્રિટન છઠ્ઠા ક્રમે પહોંચી ગયું છે. ભારતનું અર્થતંત્ર અત્યારે પાંચમા ક્રમે છે. ભારતના અર્થતંત્રનું કદ 4.1 ટ્રિલિયન ડૉલર છે.
જાપાને સતત બે ત્રિમાસિક ગાળામાં GDPમાં ઘટાડો નોંધાવતાં પોતાનું સ્થાન ગુમાવ્યું છે. જાપાને ચોથા ત્રિમાસિક ગાળામાં 0.4 ટકા અને ત્રીજા ત્રિમાસિક ગાળામાં 3.3 ટકાનો ઘટાડો નોંધાવ્યા બાદ ચોથા ત્રિમાસિક ગાળામાં પણ GDP 1.4 ટકાનો અંદાજ ચૂક્યો છે, જે જાપાનમાં મંદીના વાદળો ઘેરા બનતા હોવાના સંકેત આપે છે. 2023માં GDP 5.7 ટકા વૃદ્ધિ સાથે 4.2 લાખ કરોડ ડોલર રહ્યો હતો. બીજી બાજુ જર્મનીનો GDP પણ 2023માં 6.3 ટકા વૃદ્ધિ સાથે 4.46 લાખ કરોડ ડોલર નોંધાયો હતો.
UKએ 2023ના ચોથા ત્રિમાસિક ગાળામાં ટેક્નિકલ મંદી નોંધાવી છે. બ્રિટનનો GDP 0.3 ટકા સુધી ઘટ્યો છે. જે સતત બીજા ત્રિમાસિકમાં ઘટાડો દર્શાવે છે. સતત બે કે તેથી વધુ ત્રિમાસિક ગાળામાં GDPમાં ઘટાડો નોંધાય તો તેને ટેક્નિકલ મંદી ગણવામાં આવે છે. GDPમાં મહત્વના ગણાતા ત્રણેય સેક્ટરમાં ગ્રોથ ઘટ્યો છે, જેમાં સર્વિસિઝમાં 0.2 ટકા, પ્રોડક્શનમાં 1 ટકા અને કંસ્ટ્રક્શનમાં 1.3 ટકાનો ઘટાડો નોંધાયો છે.
U.Kના નાણા મંત્રી જેરેમી હંટે જણાવ્યું હતું કે ઉચ્ચ ફુગાવો “વૃદ્ધિ માટેનો એકમાત્ર સૌથી મોટો અવરોધ” છે, કારણ કે તે બેન્ક ઓફ ઈંગ્લેન્ડને વ્યાજ દરો જાળવી રાખવા અને આર્થિક વૃદ્ધિને અટકાવવા દબાણ કરી રહી છે.
બ્રિટિશ અર્થતંત્ર ધીમે-ધીમે રિકવર થઈ રહ્યું છે; આગાહીકારો સંમત થાય છે કે આગામી થોડા વર્ષોમાં વૃદ્ધિ મજબૂત થશે, વેતન કિંમતો કરતાં વધુ ઝડપથી વધી રહ્યું છે, વ્યાજદરો નીચા છે અને બેરોજગારી ઓછી છે.”
યુ.કે.માં ફુગાવો નોંધપાત્ર રીતે નીચે આવ્યો છે, પરંતુ તે દેશના આર્થિક સાથીદારો અને બેન્ક ઓફ ઈંગ્લેન્ડના 2% લક્ષ્યાંક કરતાં વધુ સારી સ્થિતિમાં છે, જાન્યુઆરીમાં હેડલાઇન કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ રીડિંગ વાર્ષિક ધોરણે 4% પર હતો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો