રૂપિયાએ નવું તળિયું બનાવ્યું છે. હવે એક ડૉલર 83.48 રૂપિયા બરાબર થઈ ગયો છે. 22 માર્ચે અમેરિકન ડૉલર સામે રૂપિયો 35 પૈસા ઘટ્યો હતો. અગાઉ રૂપિયાએ 13મી ડિસેમ્બર-2023ના રોજ 83.40નું સૌથી નીચું લેવલ બનાવ્યું હતું, અને હવે 83.48ના ઓલ-ટાઈમ લો લેવલે પહોંચી ગયો છે. ઈન્ટ્રા-ડે દરમિયાન રૂપિયો 83.52ના લેવલે પહોંચી ગયો હતો. ફોરેન કરન્સી એક્સચેન્જના ટ્રેડર્સ કહે છે કે, પાઉન્ડ અને યુરો સામે તેમજ એશિયાના ચલણ સામે અમેરિકન ડૉલર મજબૂત થવાથી રૂપિયા પર અસર પડી છે.
આ ઉપરાંત, ભારતમાંથી ફોરેન ફંડ્સ ઘટવાને કારણે રૂપિયો દબાણમાં રહ્યો છે. જો રૂપિયો વધુ ઘટશે તો રૂપિયાને ટેકો આપવા માટે રિઝર્વ બેન્ક દ્વારા ડૉલર વેચવામાં આવશે. રિઝર્વ બેન્ક પાસે અત્યારે 642 અબજ ડૉલર કરતાં પણ વધારે વિદેશી હૂંડિયામણ છે. ભારતીય શેરબજારો પણ તેજીમાં છે, એટલે ફોરેન રોકાણકારો ભારતમાં પૈસા ઠાલવશે અને રૂપિયો ફરી ઉપર જશે.
Published - March 22, 2024, 07:58 IST
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો