Money9 Gujarati:
Emmforce Autotech SME IPO: ઓટોમોટિવ કોમ્પોનન્ટના ઉત્પાદક Emmforce Autotechનો 53.90 કરોડ રૂપિયાનો SME IPO 23 એપ્રિલે ખુલશે અને 25 એપ્રિલે બંધ થશે. કંપનીએ 10 રૂપિયાની ફેસ વેલ્યુ ધરાવતા ઈક્વિટી શેર માટે 93-98 રૂપિયા પ્રાઈસ બેન્ડ નક્કી કર્યો છે. તેની લોટ સાઈઝ 1,200 શેર્સની છે.
એન્કર પોર્શન 22 એપ્રિલે ખૂલશે તથા ઇશ્યુ ગુરૂવાર, 25 એપ્રિલ, 2024ના રોજ બંધ થશે. કંપની ઓફરિંગમાંથી આશરે રૂ. 53.9 કરોડ ઉભા કરવા (અપર પ્રાઇઝ બેન્ડ)ની તથા BSE SME પ્લેટફોર્મ ઉપર 30 એપ્રિલે લિસ્ટ થવાનો ઉદ્દેશ્ય ધરાવે છે. ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર બીલાઇન કેપિટલ એડવાઇઝર્સ અને રજિસ્ટ્રાર લિંક ઇનટાઇમ ઇન્ડિયા છે.
IPOમાં બુક-બિલ્ડિંગ રૂટ દ્વારા પ્રતિ શેર રૂ. 10ની મૂળ કિંમત ધરાવતા 54,99,600 ઇક્વિટી શેર્સનો ફ્રેશ ઇશ્યૂ સામેલ છે. માર્કેટ મેકર માટે 2.76 લાખ ઇક્વિટી શેર્સ, એનઆઇઆઇ માટે 7.83 લાખ ઇક્વિટી શેર્સ, ક્યુઆઇબી માટે 26.11 લાખ ઇક્વિટી શેર્સ (એન્કર રિઝર્વેશન સહિત) અને રિટેઇલ (આરઆઇઆઇ) માટે 18.28 લાખ ઇક્વિટી શેર્સ અનામત રખાયા છે.
RHP ડોક્યુમેન્ટ મૂજબ કંપની IPOમાંથી પ્રાપ્ત ભંડોળનો ઉપયોગ તેની પેટા કંપની એમફોર્સ મોબિલિટી સોલ્યુશન્સ (EMSPL) માટે હિમાચલ પ્રદેશમાં બડ્ડીમાં ઝારમાજરી ખાતે નવા પ્લાન્ટની સ્થાપના કરવા, કંપનીની કાર્યકારી મૂડીની જરૂરિયાતોને પૂર્ણ કરવા તથા કોર્પોરેટના સામાન્ય હેતુઓ માટે કરવાનો આશય ધરાવે છે. EMSPL ઓટોમોટિવ અને એન્જિનિયરીંગ ઇન્ડસ્ટ્રી માટે રોટાવેટર બ્લેડ અને સ્ટીલ ફોર્જિંગનું ઉત્પાદન કરે છે.
પંચકુલામાં મુખ્યાલય ધરાવતી કંપની મુખ્ય ઓટોમોટિવ ડ્રાઇવટ્રેન પાર્ટ્સનું ઉત્પાદન કરે છે તથા તે ઉત્તર અમેરિકા અને એશિયા સહિત છ ખંડોમાં નિકાસ કરે છે. એમફોર્સ ડિફરેન્શિયલ હાઉસિંગ, ડિફરેન્શિયલ લોકર્સ, ડિફરેન્શિયલ કવર્સ, 4ડબલ્યુડી લોકિંગ હબ, સ્પિન્ડલ્સ, એક્સેલ અને શાફ્ટ, ગિયર શિફ્ટર્સ, યોકર્સ, ડિફરેન્શિયલ સ્પૂલ્સ, ડિફરેન્શિયલ ટુલ અને વિવિધ ડિફરેન્શિયલ ફોર્જ્ડ-કાસ્ટ પાર્ટ્સ કે જે મુખ્યત્વે 4-વ્હીલ ડ્રાઇવ અને પર્ફોર્મન્સ રેસિંગ વ્હીકલ માટે ઉત્પાદન કરે છે. એમફોર્સ હિમાચલ પ્રદેશમાં બડ્ડી ખાતે 9,962 ચોરસ મીટરમાં ફેલાયેલો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું સંચાલન કરે છે.
એમફોર્સ ઓટોટેકની સ્થાપના ફર્સ્ટ-જનરેશન આંત્રપ્રિન્યોર અશોક મહેતાએ કરી હતી. ડિફરેન્શિયલ અને ડ્રાઇવટ્રેન પાર્ટ્સના ઉત્પાદનમાં 32 વર્ષથી વધુ સમૃદ્ધ અનુભવ ધરાવતા મહેતા કંપનીના વિઝન અને વૃદ્ધિની રણનીતિ નિર્ધારિત કરવામાં અગ્રેસર રહ્યાં છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો અભ્યાસ કરનાર મહેતાએ ધ વર્લ્ડ અરાઉન્ડ એક્સેલ શાફ્ટ્સ શિર્ષક હેઠળનું પુસ્તક લખ્યું છે.
કંપનીએ નાણાકીય વર્ષ 2023-24ના પ્રથમ સાત મહિનામાં રૂ. 46.45 કરોડની આવક અને રૂ. 5.11 કરોડનો પીએટી નોંધાવ્યો છે, જે અગાઉના નાણાકીય વર્ષમાં સમાન સમયગાળામાં અનુક્રમે રૂ. 45.69 કરોડ અને પીએટી રૂ. 4.38 કરોડ હતો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો