Money9 Gujarati:
HDFC બેન્કે તહેવારોની સીઝનમાં જ, લોનના ઈન્ટરેસ્ટ રેટ વધારી દીધા છે. રિઝર્વ બેન્કે ઓક્ટોબરના પ્રથમ સપ્તાહની બેઠકમાં રેપો રેટ યથાવત્ રાખ્યા છે. RBIએ સતત ચોથી વખત રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી, જેને પગલે બેન્કો લોનના ઈન્ટરેસ્ટ રેટ વધારી રહી છે જ્યારે ડિપોઝિટના રેટ ઘટાડી રહી છે. HDFC બેન્કે લોનના ઈન્ટરેસ્ટ રેટ વધાર્યાં હોવાથી અન્ય બેન્કો પણ તેનું અનુકરણ કરે તેવી શક્યતા છે.
HDFC બેન્કે 7 ઓક્ટોબર, 2023થી નવા રેટ લાગુ કર્યાં છે. બેન્કે માર્જિનલ કૉસ્ટ ઑફ ફંડ્સ-આધારિત લેન્ડિંગ રેટ (MCLR)માં 0.10 ટકા સુધીનો વધારો કર્યો છે. નવા રેટ ચોક્કસ મુદતની લોન માટે લાગુ થયા છે. બેન્કે અગાઉ 25 સપ્ટેમ્બર, 2023ના રોજ પણ બેઝ રેટમાં 0.05 ટકાનો જ્યારે PLRમાં 0.15 ટકાનો વધારો કર્યો હતો.
લોનનો પ્રકાર | ઓછામાં ઓછો ઈન્ટરેસ્ટ રેટ (%) |
Home loan | 8.70 |
Personal loan | 10.50 |
Auto loan | 7.00 |
2W loan | 14.50 |
નવા ઈન્ટરેસ્ટ રેટ
ખાનગી સેક્ટરની આ સૌથી મોટી બેન્કમાં હોમ લોનના વ્યાજ દર 8.70 ટકાથી શરૂ થશે. જો તમારે HDFC બેન્કમાંથી પર્સનલ લોન લેવી હશે તો તેના રેટ 10.50 ટકાથી શરૂ થશે. બેન્કે ઓટો લોનના મિનિમમ રેટ 7 ટકા કર્યા છે જ્યારે ટુ-વ્હીલર લોનના મિનિમમ રેટ 14.50 ટકા કર્યા છે. આ રેટ સારો ક્રેડિટ સ્કોર ધરાવતા ગ્રાહકો માટે છે. એટલે જો તમારો ક્રેડિટ સ્કોર ખરાબ હશે તો આ રેટ કરતાં વધારે દરે લોન લેવી પડશે. હવે અન્ય બેન્કો પણ લોનના વ્યાજ દર વધારે તેવી શક્યતા છે.
બેલેન્સ શીટ
HDFC બેન્કની બેલેન્સ શીટ મજબૂત છે. તેનો ક્રેડિટ અને ડિપોઝિટનો ગ્રોથ અન્ય બેન્કો કરતાં ઘણો સારો છે. 1 જુલાઈથી HDFC સાથેનું મર્જર અમલી બન્યું હોવાથી HDFC બેન્કને ફાયદો થયો છે. તેની એડ્વાન્સ ઉત્તરોત્તર ધોરણે 44 ટકા વધી છે જ્યારે ડિપોઝિટમાં 14 ટકા વધારો થયો છે. પરિણામે, HDFC બેન્કની ડિપોઝિટમાં વાર્ષિક ધોરણે 30 ટકા જ્યારે લોનમાં 58 ટકાનો સૌથી વધારે ગ્રોથ નોંધાયો છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો