Money9 Gujarati:
સ્ટેટ બેન્ક ઑફ ઈન્ડિયા (SBI)એ એક ખાસ FD લૉન્ચ કરી છે. SBIએ પર્યાવરણ સાથે સંકળાયેલી યોજનાઓને પ્રોત્સાહન આપવા માટે SBI Green Rupee Term Deposit (SGRTD) સ્કીમ શરૂ કરી છે. આ ખાસ FD દ્વારા જે ભંડોળ મળશે તેનો ઉપયોગ પર્યાવરણના જતન માટે કાર્યરત યોજનાઓ માટે કરવામાં આવશે. આ સ્પેશિયલ FDમાં ભારતીય નાગરિક અને NRI પણ રોકાણ કરી શકે છે.
SGRTDમાં 1,111 દિવસ, 1,777 દિવસ અને 2,222 દિવસ માટે રોકાણ થઈ શકે છે. તમે SBIની બ્રાન્ચમાં જઈને આ સ્કીમમાં રોકાણ કરી શકો છો. ટૂંક સમયમાં આ સ્કીમ YONO અને ઈન્ટરનેટ બેન્કિંગ પર પણ મળવા લાગશે. આ સ્કીમમાં વ્યાજના દર સામાન્ય વ્યાજ દર કરતાં 0.1 ટકા ઓછો હશે.
ગ્રીન ડિપોઝિટમાં સમય પહેલા ઉપાડ (pre-mature withdrawal) કરી શકાય છે. આ યોજનામાં રોકાણ કરનારા થાપણદારો તેમની FD પાકી જાય ત્યારે રિન્યુ પણ કરાવી શકે છે. ગ્રીન ડિપોઝિટ માત્ર ભારતીય રૂપિયામાં જ ડિનોમિનેટ કરી શકાય છે. ગ્રીન ડિપોઝીટના બદલામાં બેંકો ગ્રાહકોને ઓવરડ્રાફ્ટ સુવિધા આપી શકે છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો