Interim Budget 2024: ગોલ્ડ, કટ અને પોલિશ્ડ ડાયમંડ પર લાગતી ઈમ્પોર્ટ ડ્યૂટી ઘટાડવાની માંગ
જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC)એ વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મકતા ટકાવી રાખવા માટે ગોલ્ડ, સિલ્વર, કટ ડાયમંડ, પોલિશ્ડ ડાયમંડ અને કલર્ડ જેમસ્ટોન પર લાગતી આયાત જકાત ઘટાડવાની વિનંતી કરી છે.
જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC)એ ગોલ્ડ અને કટ તથા પોલિશ્ડ હીરાની આયાત પર લાગતી ઈમ્પોર્ટ ડ્યુટી ઘટાડવાની વિનંતી કરી છે. વૈશ્વિક સ્તરે ભારતની કંપનીઓ સ્પર્ધાત્મક બની રહે તે માટે સંગઠને આ વિનંતી કરી છે. 1 ફેબ્રુઆરી 2024ના રોજ વચગાળાનું બજેટ રજૂ થવાનું છે.
ઉલ્લેખનીય છે કે, ભારતનો જેમ અને જ્વેલરી ઉદ્યોગ આયાત પર નિર્ભર છે. ભારતમાં ગોલ્ડ, ડાયમંડ, સિલ્વર અને કલર્ડ જેમસ્ટોન જેવા કાચા મટીરિયલની મહત્તમ આયાત કરવામાં આવે છે.
GJEPCએ વિનંતી કરી છે કે, મૂલ્યવાન મેટલ્સ પર અત્યારે 15 ટકા ઈમ્પોર્ટ ડ્યૂટી લાગે છે, જેને ઘટાડીને 4 ટકા કરવી જોઈએ. કટ અને પોલિશ્ડ ડાયમંડ પર અત્યારે 5 ટકા કસ્ટમ્સ ડ્યૂટી લાગે છે, જેને ઘટાડીને 2.5 ટકા કરવી જોઈએ.
સંગઠનના જણાવ્યા પ્રમાણે, પોલિશ્ડ અને કટ ડાયમંડ પર ઈમ્પોર્ટ ડ્યૂટી વધારે હોવાથી નિકાસ ઘટી છે અને રોજગારી સર્જનમાં પણ ઘટાડો થયો છે. જ્વેલરી ઉદ્યોગ અત્યારે મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે. ચીન અને થાઈલેન્ડ જેવા દેશોની સામે ભારતની સ્પર્ધાત્મક ઘટવાથી ઉદ્યોગને ટકી રહેવાના ફાંફાં પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે.
Published - January 22, 2024, 02:20 IST
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો