Money9 Gujarati:
Sovereign Gold Bond: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ આગામી સોવરિન ગોલ્ડ બોન્ડ (SGB) શ્રેણી-III માટે ઈશ્યુ પ્રાઈસ જાહેર કરી છે. SGBની આ સીરિઝ 18 ડિસેમ્બર, 2023ના રોજ સબસ્ક્રિપ્શન માટે ખુલશે. ઈશ્યૂ કિંમત 6,199 રૂપિયા પ્રતિ ગ્રામ રાખવામાં આવી છે.
RBIએ 15 ડિસેમ્બરની અખબારી યાદીમાં જણાવ્યા મુજબ, સબ્સક્રિપ્શન તારીખ અગાઉના કામકાજના 3 દિવસ (13 ડિસેમ્બર, 14 ડિસેમ્બર અને 15 ડિસેમ્બર, 2023) અગાઉ ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન લિમિટેડ (IBJA) દ્વારા પ્રકાશિત થતા 999 શુદ્ધતાના સોનાની બંધ કિંમતની સરળ સરેરાશના આધારે બોન્ડનું મૂલ્ય ગ્રામ દીઠ 6,199/- (રૂપિયા છ હજાર એકસો નેવુંસો જ) થાય છે.
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન લિમિટેડ દ્વારા સબસ્ક્રિપ્શન સમયગાળા પહેલાના અઠવાડિયાના છેલ્લા 3 કામકાજના દિવસો માટે પ્રકાશિત કરાયેલ 999 શુદ્ધતાના સોનાની સામાન્ય સરેરાશ બંધ કિંમતના આધારે બોન્ડની કિંમત ભારતીય રૂપિયામાં નક્કી કરવામાં આવે છે.
ગોલ્ડ બોન્ડમાં તમે જે રોકાણ કરો, તેના પર સરકાર વાર્ષિક 2.5 ટકા વ્યાજ ચૂકવે છે. વ્યાજની ચૂકવણી અર્ધ-વાર્ષિક ધોરણે થાય છે. રોકાણકારે 8 વર્ષની મુદત સુધી ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરવું જરૂરી છે. જો રોકાણકાર પ્રિ-મેચ્યોર રિડમ્પ્શન કરવા ઈચ્છે તો 5 વર્ષ બાદ આ વિકલ્પ મળે છે.
નેશનલાઈઝ્ડ બેન્કો, સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (SHCIL), પોસ્ટ ઓફિસો અને માન્ય સ્ટોક એક્સચેન્જો (NSE અને BSE) પરથી સોવરિન ગોલ્ડ બોન્ડ મળી રહેશે.
જે રોકાણકારો ઓનલાઈન નોંધણી કરાવે છે અને ડિજિટલ માધ્યમનો ઉપયોગ કરીને અરજી માટે ચૂકવણી કરે છે તેમને સરકાર 50 રૂપિયા પ્રતિ ગ્રામનું ડિસ્કાઉન્ટ પણ આપે છે. આ સીરિઝની પ્રતિ ગ્રામ કિંમત 6,199 રૂપિયા છે, પરંતુ ઓનલાઈન અરજી કરનાર અને ડિજિટલી પેમેન્ટ કરનારને 50 રૂપિયાના ડિસ્કાઉન્ટ બાદ 6,149 રૂપિયામાં રોકાણ કરવાનો મોકો મળશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો