Critical Illness Planમાં Survival Period એક મહત્વપૂર્ણ ક્લોઝ

ગંભીર બીમારીની સ્થિતિમાં Critical Illness Plan ઘણો મદદરૂપ સાબિત થાય છે. સામાન્ય Health Planમાં Insurance Company કવરેજ મર્યાદાની અંદર હોસ્પિટલની સારવારના ખર્ચને કવર કર છે.

Critical Illness Planમાં Survival Period એક મહત્વપૂર્ણ ક્લોઝ

Money9: બદલાતી લાઇફસ્ટાઇલના કારણે બીમારીઓ ઝડપથી વધી રહી છે. બીમાર થાઓ ત્યારે હેલ્થ વીમો સારવાર સાથે જોડાયેલા ખર્ચાઓને પહોંચી વળવામાં મદદરૂપ થાય છે. ઘણીવાર ગંભીર બીમારીઓના કારણે હોસ્પિટલમાં લાંબા સમય સુધી ભરતી થવું પડે છે. સારવારના મોટા ખર્ચમાં બધી બચત વપરાઇ જાય છે. ઉપરાંત નોકરી અને કમાણીનું પણ નુકસાન થાય છે. આનાથી પરિવારને સારવારના ખર્ચની સાથે સાથે ઘરની જરૂરિયાતો માટે પૈસા એકત્ર કરવા માટે સંઘર્ષ કરવો પડે છે. ગંભીર બીમારીની સ્થિતિમાં ક્રિટિકલ ઇલનેસ પ્લાન ઘણો મદદરૂપ સાબિત થાય છે. સામાન્ય હેલ્થ પ્લાનમાં વીમા કંપની કવરેજ મર્યાદાની અંદર હોસ્પિટલની સારવારના ખર્ચને કવર કર છે. પરંતુ ક્રિટકલ ઇલનેસ પ્લાનમાં બીમારીની જાણ થાય તે તારીખથી એક ચોક્કસ સમયગાળા બાદ એકસામટી રકમની ચુકવણી કરે છે. પરંતુ આ રકમ મળવી સહેલી નથી. તમારે સર્વાઇવલ પીરિયડનો નિયમ ફોલો કરવો પડશે. તો આવો સમજીએ કે શું હોય છે આ સર્વાઇવલ પીરિયડ.

આમ તો ગંભીર બીમારીઓમાં કેન્સર, કિડની ફેઇલ, હાર્ટ એટેક, બ્લાઇન્ડનેસ, બ્રેઇન સર્જરી અને હાર્ટ સર્જરી જેવી ગંભીર બીમારીઓ સામેલ છે. ઉદાહરણ તરીકે જો કોઇએ 50 લાખ રૂપિયાનું ક્રિટિકલ ઇલનેસ કવર લઇને રાખ્યું છે. કેટલાક સમય બાદ તે શખ્સને કેન્સર જેવી ગંભીર બીમારી થઇ જાય છે તો વીમા કંપની તેને એક નિશ્ચિત સમયગાળા બાદ 50 લાખ રૂપિયાની ચુકવણી કરી દેશે. ત્યારબાદ પોલિસી બંધ થઇ જશે. જો કે આ ક્લેમને લેવો સરળ નથી. બીમારીનો ખુલાસો થવા અને એક ચોક્કસ સમયગાળા બાદ અને જીવતા રહેવા પર જ ક્લેમ કરી શકો છો. હેલ્થ વીમાની ભાષામાં આને સર્વાઇવલ પીરિયડ કહે છે. ક્રિટિકલ ઇલનેસ પ્લાનમાં સર્વાઇવલ પીરિયડ એક મહત્વની શરત છે.

ક્રિટિકલ ઇલનેસ કવર બે પ્રકારે મળે છે. જીવન વીમા કંપનીઓ આ કવર રાઇડર તરીકે આપી રહી છે. ટર્મ ઇન્સ્યોરન્સની સાથે આ કવરને લઇ શકાય છે. હેલ્થ વીમા કંપનીઓ રાઇડરની સાથે સાથે અલગથી પણ ક્રિટિકલ હેલ્થ પ્લાન વેચી રહી છે. વીમા કંપનીઓ આ પ્લાનમાં 10થી 64 સુધીની ગંભીર બીમારીઓ કવર કરી રહી છે. સર્વાઇવલ પીરિયડની અવધિ 15 દિવસથી 30 દિવસની વચ્ચે છે. HDFC અર્ગો ક્રિટિકલ પ્લેટિનમ પ્લાનમાં સર્વાઇવલ પીરિયડ 30 દિવસનો છે જ્યારે આદિત્ય બિરલા એક્ટિવ સિક્યોરમાં આ સમયગાળો 15 દિવસ છે.

કેટલાક લોકો હેલ્થ વીમામાં વેઇટિગ પીરિયડ અને સર્વાઇવલ પીરિયડને એક જેવો સમજે છે. પરંતુ બન્ને વચ્ચે મોટો તફાવત છે. હેલ્થ વીમા પોલિસીમાં વેઇટિંગ પીરિયડ સામેલ હોય છે. પરંતુ જીવિત રહેવાના સમયગાળા સાથે જોડાયેલી શરત નથી હોતી. વેઇટિંગ પીરિયડનો સમયગાળો બીમારીના હિસાબે નક્કી થાય છે. જે 30 દિવસથી લઇને 6 મહિના સુધી હોઇ શકે છે. જ્યારે સર્વાઇવલ પીરિયડ કોઇ ક્રિટિકલ બીમારી સાથે જોડાયેલો હોય છે. વેઇટિંગ પીરિયડનો સમયગાળો સર્વાઇવલ પીરિયડથી વધુ હોય છે. વેઇટિંગ પીરિયડમાં પોલિસીધારકને ક્લેમ લેવા માટે રાહ જોવી પડે છે. સર્વાઇવલ પીરિયડમાં બીમારીની જાણ થાય ત્યારે ક્લેમ કરી શકો છો. પરંતુ ચુકવણી ચોક્કસ સમયમર્યાદા બાદ થશે.

ProMoreના કો-ફાઉન્ડર અને CFP નિશા સંઘવી કહે છે કે હેલ્થ વીમા પોલિસીમાં ડેથ બેનિફિટ કવરેજ નથી હોતું. એટલે ક્રિટિકલ હેલ્થ પ્લાનમાં સર્વાઇવલ પીરિયડના ક્લોઝ અંગે સારી રીતે સમજી લેવું જોઇએ. જો વીમાધારકનું ગંભીર બીમારીના કારણે મોત થઇ જાય છે તો વીમા કંપની કોઇ રકમ નહીં ચૂકવે. આ ઉપરાંત વારસદારોને પણ કોઇ ડેથ બેનિફિટ નહીં મળે. ગંભીર બીમારીની ખબર પડે ત્યારે વીમાધારકને એકસાથે મોટી રકમની ચુકવણી કરવાથી વીમા કંપની પર બોજ વધે છે. વીમા કંપની એકસામટી રકમની ચુકવણી ત્યારે કરશે જ્યારે તમે એક નિશ્ચિત સમયગાળા સુધી જીવતા રહેશો. જો કોઇ વ્યક્તિને ચોથા તબક્કામાં જઇને કેન્સરની ખબર પડે છે તો તે વધુ દિવસો સુધી જીવતો નહીં રહી શકે. સ્વાભાવિક છે વીમા કંપની ક્લેમ આપવાથી બચી જશે. એટલે વીમા કંપનીઓએ ક્રિટિકલ ઇલનેસ પ્લાનમાં સર્વાઇવલનો ક્લોઝ ઉમેર્યો છે.

જો તમારા પરિવારમાં કોઇ જિનેટિક બીમારી છે કે પરિવારમાં એકલા કમાનારા છો તો તમારે ક્રિટિકલ ઇલનેસ પ્લાન જરૂર લેવો જોઇએ. રાઇડરની તુલનામાં અલગથી પોલિસી ખરીદવી સારો વિકલ્પ રહેશે. તમે જે પણ ક્રિટિકલ ઇલનેસ પ્લાન લઇ રહ્યા છો તેમાં સર્વાઇવલ પીરિયડ જરૂર ધ્યાન આપો. તમે એવી પોલિસી ખરીદો જેમાં ઓછામાં ઓછો સર્વાઇવલ પીરિયડ હોય. જેનાથી તમને જલદી ક્લેમ મળી જશે. સર્વાઇવલ પીરિયડમાં પોલિસીધારકનું મોત થઇ જાય તો વીમા કંપની કોઇ ક્લેમ નહીં ચૂકવે.

Published: March 19, 2024, 14:57 IST