Money9 Gujarati:
હોમ લોનની માંગ સતત વધી રહી છે. વ્યાજ દર અને મકાનોની કિંમત વધવા છતાં હોમ લોન લેનારાની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. સરકારી બેન્કોથી લઈને ખાનગી બેન્કો અને નોન-બેન્કિંગ ફાયનાન્સ કંપનીઓ (NBFC) દ્વારા હોમ લોન આપવામાં આવે છે. રિઝર્વ બેન્ક ઑફ ઈન્ડિયા (RBI) મે 2022થી રેપો રેટમાં 2.5 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. રેપો રેટ વધવાથી હોમ લોનના વ્યાજ દર પણ વધી ગયા છે. જો તમારે પણ હોમ લોન લેવાની હોય તો તમને ખબર હોવી જોઈએ કે કઈ બેન્ક સસ્તા દરે લોનની ઑફર કરી રહી છે.
બેન્કોની હોમ લોન બે પ્રકારની હોય છેઃ ફિક્સ્ડ રેટ હોમ લોન અને ફ્લોટિંગ રેટ હોમ લોન. ફિક્સ્ડ રેટની હોમ લોનમાં નક્કી થયેલી મુદત સુધી વ્યાજના દર યથાવત્ રહે છે. વ્યાજ દર ફિક્સ્ડ થઈ જવાથી તમારા માસિક હપ્તામાં કોઈ ફરક પડતો નથી કે તમારા વ્યાજમાં પણ કોઈ વધારો કે ઘટાડો થતો નથી. તમે ઈચ્છો તો ફિક્સ્ડ રેટમાંથી ફ્લોટિંગ રેટમાં જઈ શકો છો, પરંતુ તેના માટે બેન્કોએ નક્કી કરેલા નિયમોનું પાલન કરવું પડશે.
ફ્લોટિંગ રેટમાં વ્યાજના દરમાં ફેરફાર થતો રહે છે. બેન્કોને મળતી લોનના રેટ વધી જાય તો બેન્કો ગ્રાહકો પાસેથી વધારે વ્યાજ દર વસૂલે છે અને જો બેન્કોને મળતી લોનના રેટ ઘટે તો ગ્રાહકોને પણ લોનના દરમાં ઘટાડાનો લાભ મળે છે. બેન્કોના ઈન્ટરેસ્ટ રેટનો આધાર RBI દ્વારા નક્કી થતા રેપો રેટ તેમજ બેઝિક રેટ પર નિર્ભર છે.
હોમ લોનના ઈન્ટરેસ્ટ રેટનો આધાર તમારા સિબિલ સ્કોર પર રહેલો છે. જો તમારો ક્રેડિટ સ્કોર સારો હશે તો બેન્ક તમને સસ્તા દરે હોમ લોન આપશે. આ સિવાય તમે કેટલી કિંમતની પ્રોપર્ટી ખરીદી રહ્યાં છો તેના આધારે પણ હોમ લોનનો ઈન્ટરેસ્ટ રેટ નક્કી થશે.
અત્યારે માર્કેટમાં સરકારી અને ખાનગી બેન્કો કેટલા દરે હોમ લોન આપી રહી છે તે જાણીએ…
Name of Lender | Loan Amount (Rs) | ||
Upto 30 Lakh | Above 30 Lakh & Upto 75 Lakh | Above 75 Lakh | |
PUBLIC SECTOR BANKS | |||
State Bank of India | 8.40-10.15 | 8.40-10.05 | 8.40-10.05 |
Bank of Baroda | 8.40-10.65 | 8.40-10.65 | 8.40-10.90 |
Union Bank of India | 8.35-10.75 | 8.35-10.90 | 8.35-10.90 |
Punjab National Bank | 8.45-10.25 | 8.40-10.15 | 8.40-10.15 |
Bank of India | 8.30-10.75 | 8.30-10.75 | 8.30-10.75 |
Canara Bank | 8.50-11.25 | 8.45-11.25 | 8.40-11.15 |
UCO Bank | 8.45-10.30 | 8.45-10.30 | 8.45-10.30 |
Bank of Maharashtra | 8.50-11.15 | 8.50-11.15 | 8.50-11.15 |
Punjab and Sind Bank | 8.50-10.00 | 8.50-10.00 | 8.50-10.00 |
Indian Overseas Bank | 8.40 onwards | 8.40 onwards | 8.40 onwards |
Central Bank of India | 8.45-9.80 | 8.45-9.80 | 8.45-9.80 |
PRIVATE SECTOR BANKS | |||
Kotak Mahindra Bank | 8.70 onwards | 8.70 onwards | 8.70 onwards |
ICICI Bank | 8.75 onwards | 8.75 onwards | 8.75 onwards |
Axis Bank | 8.70-13.30 | 8.70-13.30 | 8.70-9.10 |
HSBC Bank | 8.45 onwards | 8.45 onwards | 8.45 onwards |
South Indian Bank | 9.57-10.97 | 9.57-10.77 | 9.57-11.42 |
Karur Vysya Bank | 9.23-10.73 | 9.23-10.73 | 9.23-10.73 |
Karnataka Bank | 8.75-10.43 | 8.75-10.43 | 8.75-10.43 |
Federal Bank | 8.80 onwards | 8.80 onwards | 8.80 onwards |
Dhanlaxmi Bank | 9.35-10.50 | 9.35-10.50 | 9.35-10.50 |
Tamilnad Mercantile Bank | 9.45-9.95 | 9.45-9.95 | 9.45-9.95 |
Bandhan Bank | 9.16-15.00 | 9.16-13.33 | 9.16-13.33 |
RBL Bank | 8.90 onwards | 8.90 onwards | 8.90 onwards |
CSB Bank | 11.27-13.12 | 11.27-13.12 | 11.27-13.12 |
HDFC Bank Ltd. | 8.35 onwards | 8.35 onwards | 8.35 onwards |
City Union Bank | 12.35 – 14.10 | 12.85 – 14.60 | 13.35 – 14.85 |
HOUSING FINANCE COMPANIES (HFCs) | |||
LIC Housing Finance | 8.40-10.35 | 8.40-10.55 | 8.40-10.75 |
Bajaj Housing Finance | 8.50 onwards | 8.50 onwards | 8.50 onwards |
Tata Capital | 8.70 onwards | 8.70 onwards | 8.70 onwards |
PNB Housing Finance | 8.50-14.50 | 8.50-14.50 | 8.50-11.45 |
GIC Housing Finance | 8.80 onwards | 8.80 onwards | 8.80 onwards |
SMFG India Home Finance | 10.50 onwards | 10.50 onwards | 10.50 onwards |
Indiabulls Housing | 8.75 onwards | 8.75 onwards | 8.75 onwards |
Aditya Birla Capital | 8.80-14.75 | 8.80-14.75 | 8.80-14.75 |
ICICI Home Finance | 9.20 onwards | 9.20 onwards | 9.20 onwards |
Godrej Housing Finance | 8.55 onwards | 8.55 onwards | 8.55 onwards |
Rates as of 20th December 2023 | |||
Source: Paisabazaar.com |
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો