Money9 Gujarati:
ઘર ખરીદવા માટે લોકો બેંકમાંથી હોમ લોન લે છે. તેવી જ રીતે, કાર ખરીદવા માટે ઓટો લોન મળે છે. આ સિવાયની જરૂરિયાતો માટે બેન્કો પર્સનલ લોન આપે છે. બેંકો અને NBFC નાના ખર્ચ માટે પર્સનલ લોન આપે છે. પર્સનલ લોન અસુરક્ષિત લોનની શ્રેણીમાં આવે છે, તેથી તેના વ્યાજ દર અન્ય લોન કરતાં વધારે છે.
લગ્ન, શોપિંગ, મોબાઈલ-લેપટોપ ખરીદવા અથવા મેડિકલ ઈમરજન્સી કે વેકેશન પર જવા માટે પર્સનલ લોન લઈ શકાય છે. પર્સનલ લોન લેવા માટે તમારે ન તો કોઈ ગેરેંટી આપવાની હોય છે અને ન તો લોન લેવાનું કારણ જણાવવું પડે છે.
અસુરક્ષિત લોન જોખમી છે કારણ કે તેમાં ડિફોલ્ટનું જોખમ રહેલું છે. આ કારણોસર, બેંકો પણ સુરક્ષિત લોન કરતાં ઊંચા વ્યાજ દરે વ્યક્તિગત લોન આપે છે. જો કે, વ્યાજ દરનો આધાર લોન લેનારના ક્રેડિટ સ્કોર પર રહેલો છે. જો તમે પણ પર્સનલ લોન લેવા માંગો છો પરંતુ મોંઘા વ્યાજ દરથી ડરતા હોવ તો અમે તમને એવી 10 બેંકો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં તમે સસ્તી દરે પર્સનલ લોન લઈ શકો છો.
આ વ્યાજ દરો બેન્કોની વેબસાઇટ પરથી લેવામાં આવ્યા છે. આ બેંકો દ્વારા વસૂલવામાં આવતા લઘુત્તમ દરો છે.
ઇન્ડસઇન્ડ બેંક: ઇન્ડસઇન્ડ બેંક વાર્ષિક 10.49 ટકાના પ્રારંભિક વ્યાજ દરે વ્યક્તિગત લોન ઓફર કરે છે. જો કે, પ્રોસેસિંગ ફી કુલ લોનની રકમના 3 ટકા સુધી હોઈ શકે છે. લોનની રકમ રૂ. 30,000 થી રૂ. 50 લાખ સુધીની હોઇ શકે છે.
કરુર વૈશ્ય બેંક: સુરક્ષિત લોન પર વ્યાજ દર વાર્ષિક 11 ટકા છે. અસુરક્ષિત વ્યક્તિગત લોન પર વ્યાજ દર વાર્ષિક 13 ટકા છે. આ દરો 31 ડિસેમ્બર, 2023થી લાગુ થશે.
યસ બેંકઃ યસ બેંક પર્સનલ લોનના વ્યાજ દર વાર્ષિક 10.49 ટકાથી શરૂ થાય છે. લોનની મુદત 72 મહિના સુધીની છે. લોનની રકમ 50 લાખ રૂપિયા સુધીની હોઈ શકે છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો