Money9: લિક્વિડ મ્યુચ્યુઅલ ફંડ્સ ઓછા જોખમ અને લિક્વિડિટીની સાથે રિટર્ન આપતી ડેટ સ્કીમ હોય છે. તે ડેટ અને મની માર્કેટ વિકલ્પ જેવા કે કોમર્શિયલ પેપર, કોલ મની, સરકારી સિક્યોરિટીઝ, ટ્રેઝરી બિલ વગેરેમાં રોકાણ કરે છે જેમાં 91 દિવસ સુધીનો મેચ્યોરિટી પીરિયડ હોય છે. લિક્વિડ ફંડમાં રોકાણ કરવાનો સૌથી મોટો ફાયદો એ છે કે તેમાં પૈસા ઉપાડવાની ફ્લેક્સિબિલિટી હોય છે. પરંતુ શું તમે જાણો છો કે લિક્વિડ એક્સચેન્જ-ટ્રેડેડ ફંડ્સ એટલે કે ETF પણ બજારમાં ઉપલબ્ધ છે?
ઝિરોધા ફંડ હાઉસે 9 જાન્યુઆરીના રોજ ભારતનું પ્રથમ ગ્રોથ લિક્વિડ ETF- Zerodha નિફ્ટી 1D રેટ લિક્વિડ ETF લૉન્ચ કર્યું. આ નવી પ્રોડક્ટ લિક્વિડ ETFની શરૂઆત દર્શાવી રહી છે…જે ભારતમાં પહેલીવાર ગ્રોથ NAV ઓફર કરી રહી છે.
લિક્વિડ ETF ઓછા જોખમવાળી સિક્યોરિટીઝમાં પૈસા લગાવે છે અને ટૂંકાગાળાની મેચ્યોરિટીવાળા નાણાકીય ઉત્પાદનોમાં રોકાણ કરે છે. તે રેપો રેટ સાથે લિંક્ડ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં રોકાણ કરે છે. લિક્વિડ ઇટીએફ BSE અને NSE પર લિસ્ટેડ હોય છે, જેમાં રોકાણ માટે ડીમેટ એકાઉન્ટ હોવું જરૂરી છે.
હવે એ જાણીએ કે લિક્વિડ ETF સ્ટોક ટ્રેડર્સને કેવી રીતે મદદ કરે છે? જ્યારે એક સ્ટોક માર્કેટ ટ્રેડર્સ પોતાના શેર વેચે છે, તો તે કોઇ ચોક્કસ શેરના વેચાણ, કમાણી અને ટ્રેડ થયા બાદ T+1 સેટલમેન્ટ સાયકલમાં જમા થાય છે. એટલે કે, ટ્રેડ સાથે જોડાયેલું સેટલમેન્ટ, ટ્રાન્ઝેક્શનવાળા દિવસથી એક દિવસની અંદર પૂર્ણ થઇ જાય છે.
આવી સ્થિતિમાં, સ્ટોક ટ્રેડર માટે વધુ સારું એ રહેશે કે તે શેર વેચવાથી જે પૈસા આવ્યા તેને લિક્વિડ ETFમાં નાંખી દે અને જ્યારે ફરીથી શેર ખરીદવાનું પ્લાનિંગ કરે તો તેને વેચી દે..આમ ટૂંકા ગાળામાં તે કમાણી કરી શકે છે.
આ રીતે, વધારે જોખમ લીધા વિના, ટ્રેડર્સ સેટલમેન્ટ-ડેની પહેલા જ તેમના રોકાણ પર નફો કમાઇ શકે છે. વધુમાં, વેપારીઓ બ્રોકરને તેમની જરૂરિયાત મુજબ આગળની લેવડદેવડના ટ્રાન્ઝેક્શન માટે બ્રોકરને લિક્વિડ ETF ખરીદવા અથવા વેચવાની સૂચના પણ આપી શકે છે.
આ ઉપરાંત ફંડ માટે તમે લિક્વિડ ETFને ગીરવે મૂકી શકો છો. ઉપરાંત, તમે તાત્કાલિક ટ્રેડિંગ માટે માર્જિન મનીનો ઉપયોગ કરી શકો છો. તેને વેચવું જરૂરી નથી. આ એક અસરકારક કેશ મેનેજમેન્ટ ટૂલ તરીકે આકર્ષક બની જાય છે.
લિક્વિડ ETF પૂલમાં ઘણા મોટા ખેલાડીઓ છે. Ace મ્યુચ્યુઅલ ફંડના 1 ફેબ્રુઆરીના ડેટા અનુસાર, લિક્વિડ ETF એ ત્રણ મહિનામાં સરેરાશ 5 ટકા રિટર્ન આપ્યું છે. ICICI પ્રુડેન્શિયલ S&P BSE લિક્વિડ રેટ ETF અને કોટક નિફ્ટી 1D રેટ લિક્વિડ ETFનું ત્રણ મહિનાનું રિટર્ન 6 ટકા કરતાં વધુ રહ્યું છે. મોટાભાગની સ્કીમ્સ ઇન્ડાઇસિસ S&P BSE લિક્વિડ રેટ ઈન્ડેક્સ, નિફ્ટી 1D રેટ ઈન્ડેક્સ અને CRISIL લિક્વિડ ઓવરનાઈટ ઈન્ડેક્સ જેવા સૂચકાંકોની સરખામણીએ બેન્ચમાર્ક છે.
મોટાભાગની ETF સ્કીમ તમને દૈનિક ડિવિડન્ડ આપે છે. જો કે, ફંડ હાઉસિસમાં ડેઇલી ડિવિડન્ડ અલગ-અલગ રીતે વહેંચાય છે. લિક્વિડ ETF પૂલમાં સામેલ થનારી સૌથી નવી સ્કીમ Zerodha નિફ્ટી 1D રેટ લિક્વિડ ETF છે જે Zerodha ફંડ હાઉસ દ્વારા લોન્ચ કરવામાં આવી છે.
ગ્રોથ NAVની સાથે, આ ભારતની પ્રથમ લિક્વિડ ETF સ્કીમ છે જે ડેઇલી ડિવિડન્ડ ઓફર કરે છે. ગ્રોથ NAV એ સુનિશ્ચિત કરે છે કે પૉલિસી રિટર્ન દૈનિક ધોરણે દેખાય જેનાથી રોકાણકારો માટે ETFનું પર્ફોર્મન્સને ટ્રેક કરવાનું સરળ બની જાય છે. જો કે, આ રિટર્ન રોકાણમાં ઉમેરાતું રહે છે. આ જ ખાસિયત તેને અન્ય સ્કીમોથી અલગ પાડે છે.
ચાલો હવે એ જાણીએ કે લિક્વિડ ઇટીએફમાં શા માટે રોકાણ કરવું? જો તમે એક સ્ટોક માર્કેટ ટ્રેડર કે એક રોકાણકાર છો અને જો તમે ઇમરજન્સી કોર્પસ બનાવવા માટે ઓછા જોખમવાળા ફંડમાં રોકાણ કરવા માંગો છો… તો Liquid ETF તમારા માટે છે. તમે આમાં ઓછામાં ઓછા 3 મહિનાથી લઇને એક વર્ષ સુધી રોકાણ કરી શકો છો. લિક્વિડ ETF પર વાર્ષિક 0.25 ટકા કરતાં પણ ઓછો ખર્ચ આવે છે.
લિક્વિડ ETF, સ્પેસીફાઇડ મ્યુચ્યુઅલ ફંડની કેટેગરીમાં આવે છે. સ્પેસીફાઇડ મ્યુચ્યુઅલ ફંડ્સ, સ્થાનિક ઇક્વિટી શેરમાં 35 ટકાથી ઓછા એક્સપોઝરવાળા હોય છે. 1 એપ્રિલ, 2023 બાદ, લિક્વિડ ફંડમાં રોકાણથી થતી આવકને શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન તરીકે ગણવામાં આવશે. આ આવક રોકાણકારની વાર્ષિક આવકમાં ઉમેરવામાં આવશે, જેના પર સ્લેબ મુજબ ટેક્સ લાગશે.
ઝિરોધા ફંડ હાઉસના સીઈઓ વિશાલ જૈન કહે છે કે લિક્વિડ ETF એ કેશ મેનેજમેન્ટ માટે ટ્રેડર્સ અને માર્જિન હેતુઓ માટે કોલેટરલ રાખવા માટે એક ટૂલનું કામ કરે છે. તે પણ એવા સંજોગોમાં જ્યારે એક્સચેન્જ તેમને મંજૂરી આપે છે. રોકાણ કરતા પહેલાં ટોટલ એક્સચેન્જ રેશિયો એટલે કે TER અને એક્સચેન્જ પર લિક્વિડિટીને ધ્યાનમાં રાખવી ખૂબ જ જરૂરી છે. તમામ રોકાણકારોએ સ્કીમ સાથે સંબંધિત તમામ દસ્તાવેજોને કાળજીપૂર્વક વાંચ્યા પછી જ તેમાં રોકાણ કરવું જોઈએ.
Liquid ETF માં રોકાણ કરતા પહેલા, તમારા નાણાકીય સલાહકારની સલાહ અવશ્ય લો જેથી તમે આ પ્રોડક્ટને સારી રીતે સમજી શકો અને તેની સાથે સંકળાયેલા ફાયદા-ગેરફાયદાને સમજી શકો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો