Money9 Gujarati:
અમદાવાદનું પ્રોપર્ટી માર્કેટ ફૂલ તેજીમાં છે. અમદાવાદની આસપાસ જમીનોના ભાવ આભ આંબી રહ્યાં છે. 2023માં આખાયે દેશમાં સૌથી વધુ જમીનનું વેચાણ અમદાવાદમાં થયું છે. 2023માં અમદાવાદમાં કુલ 739.8 એકર જમીનના સોદા થયા હતા. સાણંદમાં થયેલા સોદાને પણ ગણી લઈએ તો, આંકડો 750 એકરને પાર થાય છે. 2023માં દેશનાં ટોચના શહેરોમાં કુલ 97 લેન્ડ ડીલ થઈ હતી અને 2,707 એકરથી પણ વધારે જમીનના સોદા થયા હતા. આમાં સૌથી વધુ 27 ટકા હિસ્સો એકલા અમદાવાદનો હતો જ્યારે 16 ટકા હિસ્સો બેંગાલુરુનો હતો. તાજેતરમાં અમદાવાદના એસજી હાઈવે પર એક વાર માટે સાડા ત્રણ લાખ રૂપિયામાં ગુજરાતનો સૌથી મોંઘો સોદો પણ થયો હતો.
પ્રોપર્ટી કન્સલ્ટન્સી કંપની એનારોક (Anarock) દ્વારા પૂરા પાડવામાં આવેલા ડેટા અનુસાર, નાણાકીય રીતે મજબૂત ડેવલપર્સ અને એન્ટિટીઝ દ્વારા જમીન સંપાદનનો સિલસિલો 2023માં જળવાઈ રહ્યો હતો અને સમગ્ર દેશમાં 2,707 એકરથી પણ વધારે જમીન માટેના ઓછામાં ઓછા 97 અલગ-અલગ સોદા નોંધાયા હતા.
2022માં, દેશભરમાં 2,508+ એકર જમીનના 82 સોદા થયા હતા. આનો અર્થ એ થયો કે છેલ્લા બે વર્ષમાં 5,215+ એકર જમીનના ઓછામાં ઓછા 179 સોદા થયા છે. 2023માં થયેલા તમામ જમીન સોદાઓમાંથી, 72 ટકા સોદા રેસિડેન્સિયલ ડેવલપમેન્ટ માટે થશે. 2023 માં થયેલા 97 જમીન સોદાઓમાંથી, 1,945+ એકરથી વધુના લગભગ 74 સોદાઓ પ્રથમ, બીજી અને ત્રીજી શ્રેણીના શહેરોમાં રહેણાંક વિકાસ માટેના છે.
ઔદ્યોગિક અને લોજિસ્ટિક પાર્ક અને મેન્યુફેક્ચરિંગ માટે 6 અલગ-અલગ ડીલમાં 564.75 એકરથી વધુ જમીન માટેના સોદા થયા છે. 126 એકરથી વધુના 7 સોદા મિશ્ર-ઉપયોગ વિકાસ માટે થયા છે. 27.5 એકરથી વધુના 5 સોદા કોમર્શિયલ અને આઈટી પાર્ક માટે થયા છે. રિટેલ અને હોસ્પિટાલિટી સહિત અન્ય એસેટ ક્લાસ માટે 5 અલગ-અલગ સોદાઓમાં 43.35 એકર જમીન માટે સોદા થયા છે.
“ટ્રાન્ઝેક્શનના કદના સંદર્ભમાં, 2023માં સૌથી વધુ જમીન વ્યવહારમાં અમદાવાદ સૌથી આગળ હતું. શહેરમાં જમીનની કિંમતો તુલનાત્મક રીતે હજુ પણ સૌથી વધુ સસ્તી છે. કોવિડ પછી વધતી જતી કોમર્શિયલ અને રેસિડેન્શિયલ માંગ સાથે, ડેવલપર્સ અને એન્ટિટીઓ અહીં જમીનના સોદા કરવા માટે અમદાવાદ તરફ આગળ વધી રહ્યા છે,” એમ એનારોકના ચેરમેન અનુજ પુરીએ જણાવ્યું હતું.
સોદાઓની કુલ સંખ્યાના સંદર્ભમાં, મુંબઈ મેટ્રોપોલિટન રિજન (MMR)માં સૌથી વધુ 25 સોદા થયા હતા, જેમાં લગભગ 289 એકર જમીન માટે સોદા થયા હતા. 2023માં NCRમાં 22 સોદા થયા હતા.
Ahmedabad saw the highest land area transacted with 739 + acres in 3 separate deals and accounted for over 27% of the total land transacted in 2023. All 3 deals are for large township projects.
Bengaluru sealed 11 separate deals accounting for a 16% share of the total land area transacted in 2023, with 424+ acres changing hands – 10 deals for residential development, and one for manufacturing.
Land-scarce MMR saw the highest number of deals (25) for approx. 289 acres, earmarked largely for residential (20), 2 deals for mixed-use developments, and 1 deal each for an IT Park, hotel and retail developments
NCR saw 22 separate land deals for 190+ acres, including 16 deals for 138+ acres in Gurugram, 3 deals for 19+ acres in Noida, and one deal each in Delhi, Faridabad and Greater Noida. The proposed developments in NCR include residential, retail, mixed-use, commercial, and plotted development.
Hyderabad saw 9 separate deals for 69.5+ acres earmarked for residential development.
Pune saw 6 separate deals for 49+ acres of land, proposed for residential and mixed-use developments.
Chennai saw 7 deals for 198+ acres proposed for a township project, IT Park and residential development.
Kolkata saw 3 land deals for 24.88 acres closed.
Tier 2 & 3 cities, including Ludhiana, Nagpur Mysuru, Sanand and Dahej in Gujarat, among others, saw at least 10 land deals closed for 646+ acres closed in 2023. The proposed developments include residential development, township project, manufacturing, logistics park, and mixed-use.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો