MONEY9 GUJARATI:
ચાલુ સપ્તાહે શેરબજારનું પ્રાઈમરી માર્કેટ એટલે કે, IPO માર્કેટ ઉત્સાહી બની રહેશે. રોકાણકારોને કમાણી કરવાની એક નહીં પણ અનેક તક મળશે. 10 જુલાઈથી શરૂ થતાં સપ્તાહમાં 6 IPOમાં અરજી કરવાની તક મળશે તેમજ સપ્તાહનાં પાંચ દિવસમાં 6 કંપનીનું લિસ્ટિંગ પણ થશે. ચાલુ સપ્તાહે મેઈન બૉર્ડથી લઈને SME બૉર્ડની કંપનીઓ બજારમાં પ્રવેશ કરશે.
Cyient DLM અને Global Petનું લિસ્ટિંગ શેરબજારના રોકાણકારો માટે સપ્તાહની શરૂઆત કમાણીથી થઈ છે. Cyient DLMના IPOમાં પૈસા લગાવનારા રોકાણકારોને જબરજસ્ત ફાયદો થયો છે. કંપનીના શેરનું લિસ્ટિંગ NSE પર 403 રૂપિયામાં થયું છે જ્યારે શેરનો ઓફર ભાવ 265 રૂપિયા હતો, એટલે કે, શેર દીઠ 138 રૂપિયા વધારે ભાવે લિસ્ટિંગ થયું છે અને રોકાણકારોને 52 ટકા ફાયદો થયો છે.
SME IPOમાં રોકાણકારોને જબરજસ્ત નફો મળી રહ્યો છે. પેન્ટાગોન રબરના SME IPOમાં પૈસા રોકનારા ઈન્વેસ્ટર્સને 85 ટકા વળતર મળ્યું છે. કંપનીએ 70 રૂપિયાના ભાવે શેર આપ્યા હતા, જેની સામે NSEના SME એક્સચેન્જ પર 130ના ભાવે લિસ્ટિંગ થયું છે. આ સિવાય Global Pet Industriesના IPOમાં પણ રોકાણકારો કમાયા છે. આ કંપનીનું પણ સોમવારે 52 રૂપિયાના ભાવે લિસ્ટિંગ થયું હતું, જ્યારે ઈશ્યૂ પ્રાઈસ 49 રૂપિયા હતી.
સેન્કો ગોલ્ડનું લિસ્ટિંગ 14 જુલાઈએ સપ્તાહનાં છેલ્લાં દિવસે શુક્રવારે સેન્કો ગોલ્ડનું લિસ્ટિંગ થવાનું છે. પૂર્વ ભારતમાં સક્રિય આ જ્વેલરી કંપનીએ રોકાણકારોને 317 રૂપિયાના ભાવે શેર ઈશ્યૂ કર્યાં છે. સેન્કો ગોલ્ડના શેરનું લિસ્ટિંગ BSE અને NSE પર થશે. આ સિવાય, SME એક્સચેન્જ પર 3 કંપનીનું લિસ્ટિંગ થશે. 13 જુલાઈએ Synoptics Technologies અને Tridhya Techનું લિસ્ટિંગ અલગ-અલગ SME એક્સચેન્જ પર થશે અને ત્યારબાદ 14 જુલાઈએ Alphalogic Industriesનું લિસ્ટિંગ થશે.
6 IPOમાં રોકાણની તક 12 જુલાઈ, બુધવારે ઉત્કર્ષ સ્મૉલ ફાયનાન્સનો 500 કરોડ રૂપિયાનો IPO ખુલી રહ્યો છે. તેમાં સબ્સક્રિપ્શન કરવાની છેલ્લી તારીખ 14 જુલાઈ છે. કંપનીના શેરનો ઈશ્યૂ પ્રાઈસ 23-25 રૂપિયા છે. તેનું લિસ્ટિંગ મેઈન બોર્ડ NSE અને BSE પર થશે.
Ahasolar Technologiesનો SME IPO:
10 જુલાઈએ Ahasolar Technologiesનો SME IPO ખુલ્યો છે. વર્ષ 2017માં સ્થપાયેલી આ કંપની પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષેત્રે સક્રિય છે. તેમાં સબ્સક્રિપ્શન કરવાની છેલ્લી તારીખ 13 જુલાઈ છે. કંપનીએ Rs 10ની ફેસ વેલ્યુ ધરાવતા શેર માટે Rs 157નો ભાવ નક્કી કર્યો છે. તેના IPOનું કદ Rs 12.84 કરોડ છે. રિટેલ રોકાણકારે 800 શેરના 1 લોટ માટે Rs 1,25,600નું રોકાણ કરવું પડશે. શેરનું લિસ્ટિંગ BSE SME પર 21 જુલાઈના રોજ થવાની શક્યતા છે.કંપની IPO દ્વારા મળનારી રકમનો ઉપયોગ સોલર PV પ્લાન્ટની સ્થાપના કરવા, ઈલેક્ટ્રિક વ્હિકલ માટે ચાર્જિંગ સ્ટેશન સ્થાપવા, ઈલેક્ટ્રિક વ્હિકલ્સ ખરીદવા, વર્કિંગ કેપિટલની જરૂરિયાતને પહોંચી વળવા તેમજ સામાન્ય કોર્પોરેટ હેતુઓ પાર પાડવા અને પબ્લિક ઈશ્યૂ ખર્ચાને પહોંચી વળવા માટે કરશે.
Kaka Industries IPO: કાકા ઇન્ડસ્ટ્રીઝનો Rs 21.23 કરોડનો IPO 10મી જુલાઈએ ખુલશે અને 12 જુલાઈએ બંધ થશે. કંપની પાર્ટીશન, ફોલ સિલિંગ, વોલ પેનલિંગ, કિચન કેબિનેટ, દરવાજા, બારીઓ અને અન્ય ઇન્ટિરિયર તેમજ બાહ્ય કામકાજમાં વપરાતા પોલિમર પ્રોફાઇલનું ઉત્પાદન કરે છે. કંપની હાર્ડ પીવીસી દરવાજા પણ બનાવે છે. IPOમાં શેર દીઠ પ્રાઇસ બેન્ડ Rs 55-58 છે. કંપની Rs 10ની ફેસ વેલ્યુ ધરાવતા 36.60 લાખ ફ્રેશ શેર ઈશ્યૂ કરશે. મિનિમમ લોટ સાઈઝ 2,000 શેરની છે, એટલે કે તમારે Rs 1.16 લાખનું રોકાણ કરવું પડશે. તેનું લિસ્ટિંગ BSE SME પર થશે.
Drone Destinations IPO: આ કંપનીનો રૂ.44.20 કરોડનો IPO 7 જુલાઈએ ખુલી ગયો છે અને 11 જુલાઈએ બંધ થશે. શેર દીઠ પ્રાઈસ બેન્ડ રૂ.62-65 છે. મિનિમમ લોટ સાઈઝ 2,000 શેર છે. તેનું લિસ્ટિંગ NSE SME પર થશે.
AccelerateBS India IPO: આ કંપનીનો રૂ.5.69 કરોડનો IPO 6 જુલાઈએ ખુલી ગયો છે અને 11 જુલાઈએ બંધ થશે. શેર દીઠ પ્રાઈસ બેન્ડ રૂ.90 છે. મિનિમમ લોટ સાઈઝ 1,600 શેરની છે. તેનું લિસ્ટિંગ BSE SME પર થશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો