• ઈરાનથી ક્રૂડ આયાતની ભારતની વિચારણા

  અત્યાર સુધી તો ભારતે વૈશ્વિક પ્રતિબંધો હોય તેવા દેશ પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી કરી નથી, પરંતુ રાતા સમુદ્રમાં વધી રહેલા હુમલાને કારણે સરકાર સલામત માર્ગે સપ્લાય ચાલુ રાખવા માંગે છે.

 • સોનું રેકોર્ડ સપાટીએ પહોંચ્યું

  વૈશ્વિક સ્તરે ગોલ્ડની કિંમત 2,100 ડૉલરને પાર થયા બાદ ભારતમાં પણ સોનું ઊંચકાયું છે. MCX પર સોમવારે સોનાનો ફેબ્રુઆરી વાયદો RS 64,063ની રેકોર્ડ ઊંચાઈએ પહોંચી ગયો

 • ગોલ્ડ અને ક્રૂડમાં તેજી

  અમેરિકન ફેડરલ રિઝર્વ અને OPEC+ દેશોની બેઠક અગાઉ ગોલ્ડ અને ક્રૂડ ઓઈલમાં તેજીનો તખ્તો ગોઠવાઈ ગયો છે. ભારતમાં MCX પર પહેલીવાર ગોલ્ડની કિંમત Rs 62,000ને પાર થઈ ગઈ છે.

 • સોનું એક મહિનાની ટોચે

  ફેડરલ રિઝર્વની આગામી બેઠકમાં વ્યાજ દરમાં વધારો ન થવાની અપેક્ષા તેમજ ડૉલર નરમ થવાથી સોના સહિતની કોમોડિટીને ટેકો મળ્યો છે. ગોલ્ડની કિંમત 2,000 ડૉલરની ઉપર ટકી છે.

 • ક્રૂડ ઓઈલની કિંમતમાં મોટું ગાબડું

  U.S. ક્રૂડ ઓઈલની કિંમત પ્રતિ બેરલ $75ની નીચે પહોંચી ગઈ જ્યારે બ્રેન્ટ ક્રૂડની કિંમત $78 ડૉલર થઈ ગઈ. ક્રૂડ ઓઈલ સસ્તું થવાથી ભારત જેવા આયાતકારોને મોટી રાહત મળી છે.

 • સોનું વધશે કે ઘટશે?

  2022ની ધનતેરસે સોનાનો જે ભાવ હતો તેના કરતાં અત્યારે ભાવ 21 ટકા વધારે છે. ગઈ દિવાળીથી અત્યાર સુધીમાં સોનાની કિંમતમાં મોટો ઉછાળો આવ્યો છે અને આગામી દિવસોમાં પણ સોનું વધવાની શક્યતા છે.

 • ક્રૂડ ઓઈલ ક્યાં પહોંચશે?

  પશ્ચિમ એશિયામાં શરૂ થયેલા યુદ્ધને કારણે કોમોડિટી માર્કેટ પર કેવી અસર પડી શકે છે, તે અંગે વર્લ્ડ બેન્કે એક રિપોર્ટ બહાર પાડ્યો છે. વર્લ્ડ બેન્કે જણાવ્યું છે કે, યુદ્ધને કારણે ગ્લોબલ ક્રૂડ ઓઈલ સપ્લાય પર અસર પડશે તો ક્રૂડનો ભાવ 75 ટકા સુધી વધી શકે છે.

 • ઓઈલના ભાવ ફરી $95ની નજીક

  Israel Hamas War: આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ સતત બીજા સપ્તાહે પ્લસમાં બંધ રહ્યાં છે અને 93 ડૉલરની સપાટીએ પહોંચી ગયા છે. જો ઈઝરાયેલ-ગાઝાનો વિવાદ લાંબો ચાલશે અને અન્ય દેશો પણ સામેલ થશે તો ક્રૂડ ઓઈલનો સપ્લાય ખોરવાઈ જવાની બીકને પગલે ઓઈલના ભાવ વધી રહ્યાં છે.

 • યુદ્ધને કારણે સોનામાં સડસડાટ તેજી

  સોનું સડસડાટ તેજીની સીડી ચઢી રહ્યું છે. નવરાત્રિ ચાલી રહી છે અને દિવાળી આડે જાજા દિવસો બાકી નથી ત્યારે સોનાના ભાવ સતત વધવાથી ઘરાકી પર અસર પડવાની બીક ઊભી થઈ છે. ભારતમાં સોનું Rs 60,000ને પાર થઈ ગયું છે જ્યારે વૈશ્વિક સ્તરે $2,000ની નજીક પહોંચ્યું છે.

 • કૃત્રિમ હીરાના ભાવ ઘટતા ઉદ્યોગ ચિંતામાં

  વૈશ્વિક સ્તરે હીરાની માંગ ઘટી ગઈ છે. નેચરલ ડાયમંડના લેવાલ નથી અને ભાવ ઘટ્યા છે, કારણ કે કૃત્રિમ હીરા (Lab-Grown diamonds)ની માંગ વધી છે. જોકે, હવે કૃત્રિમ હીરા બનાવતી અમેરિકાની અગ્રણી કંપનીએ નાદારી જાહેર કરતાં તેના ભાવ પણ ઘટ્યા છે.