Money9: માર્ચ મહિનો એટલે ફાઇનાન્સિયલ યરનો છેલ્લો મહિનો. આ તે સમય છે જ્યારે ટેક્સપેયર્સ કરંટ ફાઇનાન્સિયલ યરમાં થયેલી કમાણી પર ડિડક્શન અને એક્ઝમ્પ્શનનું ધ્યાન રાખીને ટેક્સ જવાબદારીની ગણતરી કરે છે. ડિડક્શન્સનો ફાયદો ન લો તો ઘણો ટેક્સ ભરવો પડે છે. મોટાભાગના લોકો PPF, NPS અને ELSS જેવી સ્કીમ્સમાં રોકાણ કરીને 80Cનો ભરપૂર ફાયદો ઉઠાવે છે. પરંતુ ટેક્સ બચાવવાની એવી રીતોને ભૂલી જાય છે જે કોઇપણ જાતના રોકાણ વગર પણ ટેક્સ બચાવવામાં મદદ કરે છે. આ રીતો વિશે આવો જાણીએ…
રોકાણ વિના ટેક્સ બચાવવાની યાદીમાં સૌથી ઉપર હાઉસ રેન્ટ એલાઉન્સ એટલે કે HRA છે… સેલેરીડ એમ્પ્લોઇ એટલે કે પગારદાર વ્યક્તિની સેલેરીમાં HRA એક કમ્પોનન્ટ છે. આવકવેરા કાયદાની કલમ 10(13A) હેઠળ HRA પર ડિડક્શન લઈ શકાય છે. HRA ક્લેમ કરવાની કંડિશન એ છે કે તમને કંપનીમાંથી હાઉસ રેન્ટ એલાઉન્સ મળતું હોય. અને તમે જે ઘરમાં રહો છો તે ભાડાનું ઘર હોય. પોતાના ઘરમાં રહેતા લોકો માટે HRAની રકમ ટેક્સેબલ હોય છે.
હાઉસ રેન્ટ એલાઉન્સ એટલે કે HRA ક્લેમ કરવા માટે કેટલીક શરતો છે પહેલી શરત- HRA તરીકે પ્રાપ્ત થયેલી વાસ્તવિક રકમ, બીજું- મેટ્રો સિટીમાં બેઝિક સેલરી, પ્લસ DAના 50 ટકા અને નોન-મેટ્રો સિટીમાં બેઝિક સેલરી પ્લસ DAના 40 ટકા. ત્રીજું- ઘરના વાર્ષિક ભાડામાંથી વાર્ષિક બેઝિક સેલેરી, પ્લસ DAના 10 ટકા બાદ કર્યા પછી વધેલી રકમ.
ત્રણમાંથી જે રકમ ઓછી હશે, તેના પર ડિડક્શન લઈ શકાય છે.
દરેક વ્યક્તિને માથા પર પર એક છત જોઈએ છે. ઇનકમ ટેક્સ પણ આ ભાવનાને પ્રોત્સાહન આપે છે. આવકવેરા કાયદાની કલમ 24(b) હેઠળ, હોમ લોન લઈને મકાન ખરીદવા અથવા બાંધવા પર કર કપાતનો દાવો કરી શકાય છે. સેલ્ફ ઓક્યુપાઇડ પ્રોપર્ટી માટે હોમ લોનના વ્યાજ પર 2 લાખ રૂપિયા સુધીનું ડિડક્શન છે. લોન લઈને ખરીદેલી પ્રોપર્ટી લેટ-આઉટ એટલે કે ભાડા પર હોય, તો સંપૂર્ણ વ્યાજ પર ડિડક્શનનો ક્લેમ કરી શકો છો.અંડર કન્સ્ટ્રક્શન રેસિડેન્સિયલ પ્રોપર્ટી માટે ડિડક્શનનો શું છે નિયમ..તે જાણીએ એક્સપર્ટ પાસેથી.
એજ્યુકેશન લોનનો ઉપયોગ આપણે કારકિર્દી બનાવવા માટે કરીએ છીએ…પરંતુ આ લોન ટેક્સ સ્વરૂપે ખિસ્સામાંથી જતી રકમને ઘટાડી શકે છે…પોતે, જીવનસાથી અને બાળકોના ઉચ્ચ શિક્ષણ માટે એટલે કે 12મા પછીના અભ્યાસ માટે લોન લેવા પર સેક્શન 80E હેઠળ ડિડક્શન મળે છે. આ ડિડક્શન લોનના ઇન્ટરેસ્ટ એટલે કે વ્યાજ પર મળે છે. આમાં કોઈ અપર લિમિટ નથી. જો કે, ચેપ્ટર 6માં આવતા તમામ ડિડક્શનની કુલ રકમ વ્યક્તિની ગ્રોસ ટોટલ ઇનકમથી વધુ ન હોવી જોઈએ…આ ડિડક્શન EMIની શરુઆતથી 8 વર્ષ માટે મળે છે.
દવાઓની વધતી કિંમતોને ધ્યાનમાં રાખીએ તો હેલ્થ વીમો જરૂરી છે. આવકવેરા કાયદાની કલમ 80D હેઠળ, આરોગ્ય વીમાના પ્રીમિયમ પર ટેક્સ છૂટ મળે છે. પોતે, , પત્ની અને બાળક માટે હેલ્થ ઇન્સ્યોરન્સ લો છો તો 25,000 રૂપિયાનું ડિડક્શન મળે છે. જો સીનિયર સિટીઝન માતા-પિતા માટે પોલિસી લો છો, તો 50 હજાર રૂપિયાનું ડિડક્શન મળે છે. જો તમે અને તમારા પેરન્ટ્સ બંને વરિષ્ઠ નાગરિક છો…અને પોતાની સાથે માતા-પિતા માટે પણ હેલ્થ ઇન્સ્યોરન્સ લો છો તો એક લાખ રૂપિયા સુધીની કપાતનો દાવો કરી શકો છો… આ ઉપરાંત, પ્રિવેન્ટિવ હેલ્થ ચેકઅપ માટે પણ 5,000 રૂપિયાનું ડિડક્શન પણ આ મર્યાદામાં છે.
જો એમ્પ્લોયર તરફથી કોઈ કર્મચારીને બાળકના અભ્યાસ માટે ચિલ્ડ્રન એલાઉન્સ અને હોસ્ટેલ ખર્ચ માટે હોસ્ટેલ એલાઉન્સ મળે છે તો આઈટી એક્ટની સેક્શન 10 હેઠળ એક્ઝમ્પ્શન લઈ શકાય છે… એક બાળકના એજ્યુકેશન એલાઉન્સ માટે વાર્ષિક 1,200 રૂપિયા અને હોસ્ટેલ ખર્ચ માટે 3,600 રૂપિયા સુધીની રકમ પર ટેક્સ બચાવી શકો છો. આ છૂટ વધુમાં વધુ બે બાળકો માટે આપવામાં આવે છે.
તો, કલમ 80C હેઠળ, માન્યતા પ્રાપ્ત યૂનિવર્સિટી, કોલેજ, સ્કૂલ કે અન્ય શિક્ષણ સંસ્થાઓમાં બાળકની ટ્યૂશન ફી જમા કરતા માતાપિતા દોઢ લાખ રૂપિયા સુધીનું ડિડક્શન ક્લેમ કરી શકે છે..સેલરીડ અને સેલ્ફ એમ્પ્લોઇડ બન્ને આનો ફાયદો લઈ શકે છે. સેક્સન 80(C) હેઠળ, આ છૂટ મહત્તમ બે બાળકોની ફી સુધી મર્યાદિત છે… વિદેશી શૈક્ષણિક સંસ્થાઓને આપવામાં આવતી ટ્યુશન ફી પર કર મુક્તિ ઉપલબ્ધ નથી.
નાણાકીય વર્ષ 2023-24 માટે જૂની કર વ્યવસ્થા પસંદ કરો તો જ તમે આ કપાતનો લાભ મેળવી શકો છો… જે કર જવાબદારી ઘટાડવામાં મદદ કરે છે… નવી કર વ્યવસ્થામાં તમને મોટાભાગની કપાતનો લાભ નહીં મળે. જો કે આ ન્યૂ રિજીમમાં ટેક્સના દર ઓછા છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો