ડુંગળી આ રીતે થશે સસ્તી
સરકારે ડુંગળીની નિકાસ પર લગાવી 40 ટકાની કસ્ટમ ડ્યુટી..નાણા મંત્રાલયે આ પ્રકાર આદેશ આપ્યા છે જે 31 ડિસેમ્બર 2023 સુધી લાગુ રહેશે. સરકારી આદેશ અનુસાર તેના દ્વારા વધતી કિંમતોને નિયંત્રણમાં લાવી શકાશે. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે ડુંગળીની કિંમતોમાં 14 ટકાનો વધારો થઇ ચૂક્યો છે.
ઘરભાડામાં વધારો
કોરોના બાદ વર્ક ફ્રોમ હોમ સમાપ્ત થયા બાદ મકાનોની વધેલી માંગે ઘરોના ભાડામાં વધારો કરી દીધો છે. પ્રોપર્ટી પ્લેટફોર્મ નો-બ્રોકરના એક રિપોર્ટ અનુસાર 2023ના પ્રથમ છ મહિનામાં ઘરભાડામાં 20 ટકાનો વધારો થઇ ચૂક્યો છે. 4 હજાર ગ્રાહકોની પ્રોપર્ટી માંગના આધારે આ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં બેંગાલુરુ, મુંબઇ, દિલ્હી-એનસીઆર, ચેન્નઇ, હૈદરાબાદ અને પુણે સહિત ટોચના શહેરોમાં ભાડવાત અને ખરીદનારાની સાથે સાથે મકાનમાલિકોના મંતવ્ય પણ સામેલ કરવામાં આવ્યા છે.
Byju’sએ ફરી કરી છટણી
રિન્યુઅલ પોલિસીને લઇને મુશ્કેલીમાં ફસાયેલી Byjusએ ખર્ચની ભરપાઇ માટે છટણી શરૂ કરી છે. કંપનીએ અંદાજે 495 કર્મચારીઓનો નોકરીમાંથી છુટા કર્યા છે. આ બધા કર્મચારીઓ ઉંચા પગારમાં હતા. કર્મચારીઓને છૂટા કરતા પહેલા છેલ્લા એક મહિનાથી તેમના પ્રદર્શનનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું હતું. મીડિયા રિપોર્ટ અનુસાર મેન્ટરિંગ અને પ્રોડક્ટ સ્પેશ્યાલિસ્ટના જેવા ટાસ્કમાંથી કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા છે.
ટેક્નોલોજી કર્મચારીઓનું સ્થાન લેશે AI
દર વર્ષે અંદાજે 5 ટકા ફુલ ટાઇમ ટેક્નોલોજી કર્મચારીઓની જગ્યા લેશે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI. જાણકારોનું કહેવું છે કે બેઝિક જોબના બદલે એઆઇ આધારિત ઓટોમેશન સોલ્યુશન, ટેક્નોલોજીની નિમણૂક કરવામાં આવશે. આવતા 4 થી 5 વર્ષ સુધી દર વર્ષે અંદાજે 5 ટકા ફુલ ટાઇમ ટેક્નોલોજી કર્મચારીઓએ નવી નોકરી શોધવી પડશે કારણ કે તેમની જગ્યા એઆઇ ટૂલ્સ લઇ લેશે. એઆઇ ટૂલ્સને સહાયક ભૂમિકામાં રાખવામાં આવશે. જેમાં બહુ વધારે નિર્ણય ક્ષમતાની જરૂર નથી હોતી.
X પર હવે બ્લોકિંગ નહીં
X પર હવે તમે બીજા યૂઝર્સને નહીં કરી શકો બ્લોક..આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મના માલિક ઇલોન મસ્કે એક્સમાંથી બ્લોકિંગ ફીચરને દૂર કરવાની જાહેરાત કરી છે. જો કે આ ફિચરને કેટલા સમયમાં હટાવવામાં આવશે તે અંગે તેમણે હજુ સુધી કોઇ માહિતી નથી આપી.
EVની માંગ ઘટી
સબ્સિડી ઘટવાથી ઇલેક્ટ્રિક ટુ વ્હીલર્સની માંગમાં ઘટાડો થયો છે. કેયર રેટિંગના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જુદાજુદા કારણોસર ટુવ્હીલર્સનું મધ્યમ ગાળામાં વેચાણ ઓછું રહેવાની આશંકા છે. 75 સીસીથી 110 સીસી બાઇક અને 75 સીસીથી 125 સીસી સ્કૂટરના વેચાણમાં મોટો ઘટાડો આવ્યો છે. ઇલેક્ટ્રિક વાહનોની ખરીદી પર આપવામાં આવતી ફેમ સબ્સિડીમાં ઘટાડો થયા બાદ ઇવી ટુ-વ્હીલર્સની માંગ સુસ્ત થઇ ગઇ છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો