PF ખાતાધારકોને મળશે વધુ વ્યાજ
દેશની રિટાયરમેન્ટ ફંડ બોડી EPFO એ લગભગ સાત કરોડ લોકોને મોટા સમાચાર આપ્યા છે… EPFOએ વર્ષ 2023-24 માટે વ્યાજ દરમાં વધારો કર્યો છે… હવે PF ખાતાધારકોને 0.10 ટકા વધુ એટલે કે 8.25 ટકા વ્યાજ મળશે. માર્ચ 2023 માં, સરકારે કર્મચારી ભવિષ્ય નિધિ ફંડમાં 2022-23 માટે 8.15 ટકા વ્યાજ દર નક્કી કર્યો હતો. જ્યારે 2021-22 માટે તે 8.10 ટકા હતો. માર્ચ 2022માં, EPFOએ 2021-22 માટે વ્યાજ દરને છેલ્લા ચાર દાયકાની સરખામણીએ ઘટાડીને 8.1 ટકા કર્યો હતો. જે 1977-78 પછી સૌથી નીચો હતો.
સોનામાં રોકાણની તક
રોકાણકારોના મનપસંદ સોવરિન ગોલ્ડ બોન્ડમાં નાણાં રોકવાની બીજી તક આજથી શરૂ થઈ છે. સોવરિન ગોલ્ડ બોન્ડ એટલે કે SGB 2023-24 સિરીઝ-4 માટેનું સબસ્ક્રિપ્શન આજે 12મી ફેબ્રુઆરીથી શરૂ થયું છે. SGB માટે સબસ્ક્રિપ્શન પાંચ દિવસ માટે એટલે કે 16 ફેબ્રુઆરી સુધી ખુલ્લું રહેશે…. રિઝર્વ બેંકના જણાવ્યા અનુસાર, SGBની આ સીરીઝ માટે ઇશ્યૂ પ્રાઇસ પ્રતિ 1 ગ્રામ 6,263 રૂપિયા નક્કી કરવામાં આવી છે. રોકાણકારો એક ગ્રામના મલ્ટીપલમાં સોવરિન ગોલ્ડ બોન્ડને ખરીદી શકે છે. એટલે કે તેને 1 ગ્રામ, 2 ગ્રામ, 3 ગ્રામ..આ પ્રકારના મલ્ટીપલમાં ખરીદી શકાય છે… આ સીરિઝ હેઠળ, ગોલ્ડ બોન્ડ 21 ફેબ્રુઆરીએ ઇશ્યૂ કરવામાં આવશે…
હવે આ દેશોમાં પણ UPI
ભારતનું યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ એટલે કે UPI વૈશ્વિક બની રહ્યું છે અને ઘણા દેશોએ તેને અપનાવવામાં રસ દાખવ્યો છે. હવે તે વધુ વિસ્તરણ કરવા જઈ રહ્યું છે… મોરેશિયસ અને શ્રીલંકાના યૂઝર્સ પણ UPI નો ઉપયોગ કરી શકશે. આ સર્વિસ દ્વારા આ બંને દેશોની મુલાકાત લેતા ભારતીય પ્રવાસીઓ અને ભારત આવતા મોરેશિયસના નાગરિકોને પણ ફાયદો થશે. મોરેશિયસ માટે RuPay કનેક્ટિવિટી પણ શરૂ કરવામાં આવશે. હાલમાં જ ફ્રાન્સની રાજધાની પેરિસ સ્થિત એફિલ ટાવરમાં પણ UPI સેવા શરૂ કરવામાં આવી હતી. ફ્રાન્સ ધીમે-ધીમે આ સેવા સમગ્ર દેશમાં લાગુ કરવા જઈ રહ્યું છે.
ટેક્સ કલેક્શન વધ્યું
ચાલુ નાણાકીય વર્ષ 2023-2024માં ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં 20 ટકાનો ઉછાળો આવ્યો છે. ડેટા અનુસાર, સરકારે ચાલુ નાણાકીય વર્ષમાં 10 ફેબ્રુઆરી સુધી 18.38 લાખ કરોડ રૂપિયાનો ડાયરેક્ટ ટેક્સ એકત્રિત કર્યો છે. 10 ફેબ્રુઆરી, 2024 સુધીનું આ કલેક્શન પાછલા નાણાકીય વર્ષના સમાન સમયગાળા કરતાં 2.71 લાખ કરોડ રૂપિયા વધુ છે. આ વર્ષનો સંગ્રહ સરકાર દ્વારા સુધારેલા લક્ષ્યાંકના 80.23 ટકા છે. 1 ફેબ્રુઆરીના રોજ, નાણામંત્રી નિર્મલા સીતારમણે નાણાકીય વર્ષ 2023-24 માટે પ્રત્યક્ષ કર સંગ્રહનો લક્ષ્યાંક 18.23 લાખ કરોડ રૂપિયાથી વધારીને 19.45 લાખ કરોડ રૂપિયા કર્યો હતો.
ફુગાવો ઘટી શકે છે
આવશ્યક ચીજવસ્તુઓના ભાવ ઘટવાના કારણે જાન્યુઆરીમાં છૂટક ફુગાવો ઘટીને 4.7 ટકા થઈ શકે છે. બેંક ઓફ બરોડાના અહેવાલ મુજબ 20 મુખ્ય વસ્તુઓમાંથી 18ના ભાવમાં ઘટાડો થયો છે. તેની સીધી અસર મોંઘવારી ઘટાડામાં જોવા મળશે. રિપોર્ટ અનુસાર ડિસેમ્બરની સરખામણીએ જાન્યુઆરીમાં જરૂરી ચીજવસ્તુઓના ભાવમાં સરેરાશ એક ટકાનો ઘટાડો થયો છે. સપ્ટેમ્બર 2023 પછી આ સૌથી મોટો ઘટાડો છે. ખાસ કરીને શાકભાજીના ભાવમાં ઝડપથી ઘટાડો થયો છે. આ સમયગાળા દરમિયાન વીજળી ભાવ પણ સ્થિર રહ્યા છે. જે શાકભાજીના ભાવમાં ઝડપી ઘટાડો થયો છે તેમાં બટાકા મુખ્ય છે. તો જાન્યુઆરીમાં તમામ પ્રકારના ખાદ્ય તેલના છૂટક ભાવમાં પણ ઘટાડો થયો છે. આ સિવાય કઠોળના ભાવ પણ ઘટી રહ્યા છે. વનસ્પતિ તેલના ભાવમાં 9.7 ટકા જ્યારે મસૂરના ભાવમાં 0.5 ટકાનો ઘટાડો થયો છે. બટાકાના ભાવમાં 1.8 ટકાનો ઘટાડો થયો છે.
સ્પાઇસ જેટમાં છટણી
વિશ્વભરમાં ચાલી રહેલી છટણી વચ્ચે ભારતમાં પણ નોકરીઓ પર અસર થવા લાગી છે. આર્થિક સંકટનો સામનો કરી રહેલી બજેટ એરલાઈન સ્પાઈસજેટ તેના હજારો કર્મચારીઓની છટણી કરવા જઈ રહી છે. કંપની ખર્ચ ઘટાડવા માટે આવું કરી રહી છે. એક રિપોર્ટ મુજબ, સ્પાઈસજેટ 1,400 કર્મચારીઓની છટણી કરવા જઈ રહી છે, જે તેના કુલ કર્મચારીઓના લગભગ 15 ટકા જેટલી છે. હાલમાં કંપનીના કુલ કર્મચારીઓની સંખ્યા 9 હજારની આસપાસ છે. કંપની હાલમાં લગભગ 30 એરક્રાફ્ટનું સંચાલન કરી રહી છે, જેમાંથી 8 લીઝ પર લેવામાં આવ્યા છે. રિપોર્ટ અનુસાર, એરલાઈન્સે પણ છટણીની પુષ્ટિ કરી છે.
Paytmમાં FDIની તપાસ
સરકાર Paytm પેમેન્ટ સર્વિસીસ લિમિટેડ એટલે કે PPSLમાં ચીનમાંથી સીધા વિદેશી રોકાણ એટલે કે FDIની તપાસ કરી રહી છે. PPSL એ વન-97 કોમ્યુનિકેશન લિમિટેડની પેટાકંપની છે. PPSL એ પેમેન્ટ એગ્રીગેટર તરીકે કામ કરવા માટે નવેમ્બર 2020 માં ભારતીય રિઝર્વ બેંક પાસે લાઇસન્સ માટે અરજી દાખલ કરી હતી. જોકે, આરબીઆઈએ નવેમ્બર 2022માં આ અરજી ફગાવી દીધી હતી. સેન્ટ્રલ બેંકે કંપનીને અરજી ફરીથી સબમિટ કરવા કહ્યું હતું જેથી કરીને FDI નિયમો હેઠળ પ્રેસ નોટ-3નું પાલન કરી શકાય. વન-97 કોમ્યુનિકેશન લિમિટેડે ચીની કંપની એન્ટ ગ્રુપની કંપનીમાં રોકાણ કર્યું છે. ત્યારબાદ કંપનીએ 14 ડિસેમ્બર, 2022ના રોજ જરૂરી અરજી દાખલ કરી હતી.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો