Money9: સ્માર્ટફોને જીવનને ઘણું સરળ બનાવી દીધું છે. એવી ઢગલો એપ છે જેના વગર હવે જીવવું પણ મુશ્કેલ બની રહ્યું છે. મોબાઇલ એપ્સ ગ્રોસરી અને કપડા-ફેશન એસેસરીઝ વગેરે ખરીદવા, વીજળીનું બિલ ભરવાથી લઇને કેબ બુક કરવા, ફ્લાઇટ, ટ્રેનની ટિકિટ બુક કરવાનું કામ સરળ બનાવી દે છે. પરંતુ શું તમે જાણો છો, આ મોબાઇલ એપ્સ સંપૂર્ણ સુરક્ષિત નથી.
આ અંગે મોબાઇલ સિક્યોરિટી ટેસ્ટિંગ પ્લેટફૉર્મ એપનૉક્સે (Appknox) પોતાના હાલના રિપોર્ટમાં લોકોને સાવધાન કર્યા છે. કંપનીએ દેશની 100 મોટી એન્ડ્રોઇડ મોબાઇલ એપ્સની સુરક્ષાની દ્રષ્ટિથી તપાસ કરી. આ તપાસમાં જણાયું કે 75 ટકા એપ્સ સુરક્ષાની દ્રષ્ટિએ સુરક્ષિત નથી. આ એપ્સ તમારા ડેટાને સંપૂર્ણ રીતે સુરક્ષિત નથી રાખી રહી. કોઇ સાયબર અપરાધી ઇચ્છે તો તમારી ગોપનીય સૂચના ચોરી શકે છે.
ડેટા ચોરીનો ખતરો
Appknox નો રિપોર્ટ જણાવે છે કે આ એપ્સની પાસે તમારી સાથે જોડાયેલી સંવેદનશીલ સૂચનાઓ હોય છે. Appknoxએ બધી 100 એપ્સને એક મુશ્કિલ ઑટોમેટેડ ટેસ્ટિંગ પ્રક્રિયામાંથી પસાર કરી. આ પ્રક્રિયામાં 14 અલગ-અલગ ટેસ્ટ સામેલ હતા. આ ટેસ્ટથી એ શોધવામાં મદદ મળી કે એપ ડેટા કેવી રીતે સ્ટોર કરે છે. કેટલો ડેટા શેર કરે છે, તે ડેટા સુધી કોઇ બહારની વ્યક્તિ કે સંસ્થા કેટલો એક્સેસ મેળવી શકે છે. આ એપ્સ પર કરવામાં આવતું પેમેન્ટ્સ કેટલું સુરક્ષિત છે. સાથે જ એ સંભવિત ખામીઓની શોધ કરવામાં આવી જેના કારણે ડેટા લીકેજ એટલે કે ડેટાની ચોરી કરી શકાય છે.
સૌથી વધુ એપ ડાઉનલોડ
આ રિસર્ચમાં જણાયું કે કેટલીક મોટી એપ સુરક્ષાના મૂળભુત ધોરણો પર ખરી ન ઉતરી. ફોર્બ્સનો એક રિપોર્ટ જણાવે છે કે ભારત એપ્સના ઇન્સ્ટોલેશન અને તેના દર મહિને ઉપયોગના હિસાબે પહેલા નંબરે છે. Google Play સ્ટોર પર એન્ડ્રોઇડ ફોન માટે ભારતમાં અત્યારના સમયે 30 લાખ એપ્સ છે. જેમાં 1.5 લાખથી વધુ એપ્સ ભારતીય છે. આ ભારતીય એપ્સમાં Meesho, Hotstar, Flipkart, Shopsy, PhonePe, Truecaller, Chingari, Paytm, ShareKaro, and Josh સૌથી વધુ ડાઉનલોડ થતી એપ્સ છે.
ડાઉનલોડ કરતી વખતે રાખો ધ્યાન
સાયબર એક્સપર્ટ દિવ્યા તંવર જણાવે છે કે ભારતમાં ફ્રીના ચક્કરમાં લોકો કંઇપણ જોખમ લેવા તૈયાર થઇ જાય છે. જ્યારે પણ લોકો એપ ડાઉનલોડ કરે છે તો નિયમ અને શરતોને વાંચ્યા વગર જ ઓકે કરતા જાય છે. આ સમયે તેઓ એ જુએ છે કે તેમણે શું ટીક કરવાનું છે અને શું નથી કરવાનું. આવુ કરતી વખતે લોકો એપને કેટલીક એવી સ્વીકૃતિઓ આપી દે છે જે ભવિષ્યમાં તેમના માટે ઘાતક સાબિત થાય છે. આનાથી બચવા માટે સારુ એ છે કે પોતાના ફોનમાં ફક્ત જરૂરિયાત જેટલી જ એપ્સ રાખો. કોઇપણ એપ ડાઉનલોડ કરતી વખતે મેસેજ ધ્યાનથી વાંચો. ત્યારબાદ જ એપને એક્સેસની સ્વીકૃતિ પ્રદાન કરો. જે પણ સૂચના કામની ન હોય તેને ડિક્લાઇન કરી દો. જો તમારા સ્માર્ટફોનમાં કોઇ એપ સંદિગ્ધ ગતિવિધિઓ બતાવી રહી હોય, ફોન ગરમ થઇ રહ્યો હોય કે બેટરી જલદી ડિસ્ચાર્જ થઇ રહી હોય તો સચેત થઇ જાઓ. એપના લિસ્ટમાં જઇને તેને ડિલીટ કરી દો. આ મામલે થોડીક પણ બેદરકારી ભારે પડી શકે છે.
સ્પામ કૉલથી પરેશાની
હકીકતમાં, યૂઝરની બેદરકારીનો ફાયદો ઉઠાવીને એપ કંપનીઓ તેમના ડેટાને વેચી દે છે. ટ્રુકૉલરનો રિપોર્ટ જણાવે છે કે ભારત સ્પામ કોલ અને મેસેજથી સૌથી વધુ પ્રભાવિત થનારા દેશોમાં આવે છે. વર્ષ 2021માં સ્પામ કોલથી પ્રભાવિત ટોચના દેશોની યાદીમાં ભારત ચોથા સ્થાને છે. ભારતમાં બધા સ્પામનો 93.5 ટકા હિસ્સો સેલ્સ કે ટેલીમાર્કેટિંગ કોલનો હતો. ચોંકાવનારી વાત એ છે કે આ દરમિયાન ફક્ત એક જ સ્પામરે 20.2 કરોડથી વધુ સ્પામ કોલ્સ કર્યા. ટ્રૂકૉલરના રિપોર્ટના ઉંડાણમાં જવાથી ખબર પડી કે એક જ સ્પામર તરફથી દરરોજ 6,64,000 કોલ અને દરરોજ દરેક કલાકે 27,000 કૉલ કરવામાં આવ્યા. પ્રતિ યૂઝર દર મહિને સ્પામ કૉલની એવરેજ સંખ્યા 16.8 છે.
આ રીતે દેશમાં સ્માર્ટફોનની પહોંચ સતત વધી રહી છે. પરંતુ તેની સાથે જોડાયેલા જોખમ પણ ઘણાં મોટા છે. આવા સંજોગોમાં Appknoxનું રિસર્ચ સ્માર્ટફોન અને એપ્સની સુરક્ષાની રીતે ચેતવણી સૂચક કોલ છે. તેનો ઉપયોગ કરતી વખતે વધારે સાવચેત રહેવાની જરૂર છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો