NPCI લાવશે ક્રેડિટ સ્કોર એપ
પેમેન્ટ્સ કોર્પોરેશન NPCI UPI પછી સામાન્ય લોકોને વધુ એક મોટી ભેટ આપવાની તૈયારી કરી રહ્યું છે. NCPI ટૂંક સમયમાં લોકો માટે ક્રેડિટ સ્કોર એપ લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે… તેની ટ્રાયલ ટૂંક સમયમાં શરૂ થશે… એક રિપોર્ટમાં NPCIના ચીફ ઓપરેટિંગ ઓફિસર પ્રવીણા રાયને ટાંકીને કહેવામાં આવ્યું છે કે ક્રેડિટ સ્કોરિંગ સિસ્ટમ ટૂંક સમયમાં શરૂ થઈ શકે છે. આ માટે NPCIએ ડિજિટલ પેમેન્ટ સ્કોર લાવવાનો પ્લાન તૈયાર કર્યો છે. NPCI ના ડિજિટલ પેમેન્ટ સ્કોરનો હેતુ દેશની ક્રેડિટ સ્કોરિંગ સિસ્ટમને સુધારવાનો છે.
20 લાખને મળશે AIની ટ્રેઇનિંગ
માઇક્રોસોફ્ટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI ક્ષેત્રે ભારતના 20 લાખ યુવાનોને નોકરીની ટ્રેઇનિંગ આપવા માટે એડવાન્ટેજ ઇન્ડિયા પ્રોગ્રામ શરૂ કરવાની જાહેરાત કરી છે. 2025 સુધી ચાલનારો આ કાર્યક્રમ કેન્દ્રીય સ્કીલ ડેવલપમેન્ટ મિનિસ્ટ્રી દ્વારા ચલાવવામાં આવશે. ટ્રેઇનિંગમાં સરકારી વિભાગો, ખાનગી કંપનીઓ અને બિન-સરકારી સંસ્થાઓ સામેલ થશે. માઈક્રોસોફ્ટ, ઈન્ડિયા અને સાઉથ એશિયાના પ્રેસિડેન્ટ પુનીત ચંદોકે જણાવ્યું કે એડવાન્ટેજ ઈન્ડિયા પહેલ એ સમગ્ર દેશમાં AI સ્કીલ સુધી ઍક્સેસને લોકશાહી બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. આ કાર્યક્રમ હેઠળ, ગામડાઓની વોકેશનલ એજ્યુકેશન ઇન્સ્ટીટ્યુટ અને ટ્રેનિંગ સેન્ટર્સમાં 5,00,000 વિદ્યાર્થીઓ અને નોકરી શોધનારાઓને AIની બેઝિક અને એડવાન્સ ટ્રેઇનિંગ આપવામાં આવશે. તો ટીયર 2 અને 3 શહેરોની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં 5,000 ટ્રેનર્સ દ્વારા 1,00,000 વિદ્યાર્થીનીઓને AI ટેકનિકલ સ્કીલ્સ ટ્રેઇનિંગ આપવામાં આવશે.
રેશિનિંગની દુકાને આ પણ વેચાશે
એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી ઈ-કોમર્સ કંપનીઓને આગામી દિવસોમાં આકરી સ્પર્ધાનો સામનો કરવો પડી શકે છે. આ માટે સરકારે નવી યોજના તૈયાર કરી છે. સરકાર એ વાતને ચકાસી કરી રહી છે કે શું સરકારી રેશનિંગની દુકાનો એટલે કે પીડીએસ શોપ કન્ઝ્યુમર ડ્યુરેબલ પ્રોડક્ટ્સ ઓનલાઈન વેચી શકે છે…. એક રિપોર્ટ અનુસાર, કેન્દ્ર સરકાર ઓએનડીસી પર પીડીએસ શોપ દ્વારા કન્ઝ્યુમર ડ્યુરેબલ પ્રોડક્ટ્સને ઓનલાઈન વેચવાની યોજનાનું ટેસ્ટિંગ કરી રહી છે.
આ બેંકે FDના રેટ વધાર્યા
ખાનગી ક્ષેત્રની ધિરાણકર્તા ઇન્ડસઇન્ડ બેંકે 2 કરોડ રૂપિયાથી ઓછી FDના વ્યાજ દરમાં વધારો કરવાની જાહેરાત કરી છે. આ ફેરફાર બાદ બેંકમાં FD કરવા પર સામાન્ય નાગરિકોને 3.50 ટકાથી 7.75 ટકા વાર્ષિક વ્યાજ મળશે. બેંક વરિષ્ઠ નાગરિકોને 4 થી 8.25 સુધીનું વાર્ષિક વ્યાજ ઓફર કરે છે. નવા દરો 6 ફેબ્રુઆરીથી લાગુ થઇ ગયા છે. મહત્વનું છે કે, બેંક 7 દિવસથી લઈને 10 વર્ષ સુધીની FD ઓફર કરી રહી છે.
લોન એગ્રીમેન્ટ અંગે નવો નિયમ
લોન લેનારા ગ્રાહકોને હવે વ્યાજ અને અન્ય શરતો લેખિતમાં મળશે… આરબીઆઈએ બેંકો માટે ગ્રાહકોને વ્યાજ અને અન્ય શરતોની સાથે કી ફેક્ટ્સ એટલે કે KFS આપવાનું ફરજિયાત બનાવવાનો નિર્ણય લીધો છે. લેન્ડર્સે તેના ગ્રાહકોને એક સરળ અને સમજાય તેવા ફોર્મેટમાં લોન એગ્રીમેન્ટ અંગે મહત્વપૂર્ણ માહિતીવાળુ એક KFS આપવું પડશે. તમામ વ્યાજ ખર્ચ સાથે લોન કરારના નિયમો અને શરતો અંગે મહત્વપૂર્ણ માહિતી મળવાથી ગ્રાહકોને સમજી-વિચારીને નિર્ણય લેવામાં જરૂરી મદદ મળશે…
પેટ્રોલ પંપોએ આ કામ કરવું પડશે
પેટ્રોલ પંપ પર ગ્રાહકો સાથે છેતરપિંડી થઈ રહી છે… ગ્રાહકના હિતોની સુરક્ષા માટે સંસદીય સમિતિએ પેટ્રોલ પંપોને ડિસ્પ્લે સ્ક્રીન પર પેટ્રોલનો જથ્થો યોગ્ય રીતે દર્શાવવા સૂચન કર્યું છે… સમિતિને જાણવા મળ્યું કે તમામ સુધારા બાદ પણ એક્યુરેટ મેઝરમેન્ટ્સ, ટેમ્પરિંગ, ફ્રોડ જેવી ઘણી મુશ્કેલીઓનો સામનો ગ્રાહકો કરી રહ્યા છે. આ પડકારોને ઉકેલ લાવવા માટે કેન્દ્ર અને રાજ્યની એજન્સીઓએ સાથે મળીને કામ કરવું પડશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો