આ દેશનો પાસપોર્ટ સૌથી પાવરફુલ
ભારતીય પાસપોર્ટની તાકાતમાં થોડો ઘટાડો થયો છે. અગાઉ, ભારતનો પાસપોર્ટ તાકાતની દૃષ્ટિએ વિશ્વમાં 80માં ક્રમે હતો, પરંતુ હવે તે થોડુંક સ્થાન નીચે સરકીને 85માં સ્થાને પહોંચી ગયો છે. વિશ્વના વિવિધ દેશોના પાસપોર્ટની મજબૂતાઈ એ આધારે આંકવામાં આવે છે કે તેને કેટલા દેશો વિઝા ફ્રી એન્ટ્રી આપે છે. આ માપદંડો પર હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ બહાર પાડવામાં આવે છે. બીજા ક્વાર્ટર માટે જાહેર કરવામાં આવેલા હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સ 2024માં ભારત હવે 80માં સ્થાનથી ઘટીને 85મા સ્થાને આવી ગયું છે. ભારતીય પાસપોર્ટ ધારકો એટલે કે ભારતના લોકો 62 દેશોમાં વિઝા ફ્રી એન્ટ્રી મેળવી શકે છે. આ દેશોમાં ભૂટાન, બ્રિટિશ વર્જિન આઇલેન્ડ્સ, બાર્બાડોસ, થાઇલેન્ડ, જોર્ડન, મલેશિયા, માલદીવ્સ, શ્રીલંકા, મોરેશિયસ અને ઇન્ડોનેશિયા વગેરેનો સમાવેશ થાય છે… હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ અનુસાર સૌથી શક્તિશાળી પાસપોર્ટ વિશે વાત કરીએ તો ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન, સિંગાપોર અને સ્પેન ટોચ પર છે.
ટેક્સ ડિમાંડ અંગે CBDTનો નવો નિયમ
બજેટમાં કરાયેલી જાહેરાત મુજબ, આવકવેરા વિભાગે આકારણી વર્ષ 2015-16 સુધીની નાની ટેક્સ ડિમાંડ પર પ્રતિ ટેક્સપેયર 1 લાખ રૂપિયાની મર્યાદા નક્કી કરી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ એટલે કે CBDT એ 2024-25 ના વચગાળાના બજેટમાં નાણાપ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા કરવામાં આવેલી જાહેરાતને અમલમાં મૂકવા માટે એક આદેશ જારી કર્યો છે. બજેટ અનુસાર આકારણી વર્ષ 2010-11 માટે 25,000 રૂપિયા સુધી અને આકારણી વર્ષ 2011-12 થી 2015-16 માટે 10,000 રૂપિયા સુધીની ટેક્સ ડિમાંડ પાછી ખેંચી લેવામાં આવશે. આ જાહેરાત બાદ લગભગ 3,500 કરોડ રૂપિયાની ટેક્સ ડિમાન્ડ પાછી ખેંચી લેવામાં આવશે.
ખાંડનું ઉત્પાદન ઘટ્યું
દેશમાં ખાંડનું ઉત્પાદન ચાલુ માર્કેટિંગ વર્ષ 2023-24માં 15 ફેબ્રુઆરી સુધી 2.48 ટકા ઘટીને 2.23 કરોડ ટન રહી ગયું છે. એક વર્ષ પહેલાના સમાન સમયગાળામાં તે 2.293 કરોડ ટન હતું. ઇન્ડિયન સુગર મિલ્સ એસોસિએશન એટલે કે ISMAના ડેટા અનુસાર, ચાલુ માર્કેટિંગ વર્ષમાં ખાંડનું ઉત્પાદન 10 ટકા ઘટીને 3.305 કરોડ ટન રહી શકે છે, જે ગયા વર્ષે 3.662 કરોડ ટન હતું. ISMAના જણાવ્યા અનુસાર, 15 ફેબ્રુઆરી સુધી મહારાષ્ટ્ર, કર્ણાટક, ગુજરાત અને તમિલનાડુમાં ખાંડનું ઉત્પાદન ઓછું રહ્યું હતું. જોકે, આ સમયગાળા દરમિયાન યુપીમાં ખાંડનું ઉત્પાદન વધીને 67.7 લાખ ટન થયું હતું. એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં તે 61.2 લાખ ટન હતું. આ સમયગાળા દરમિયાન દેશમાં લગભગ 505 સુગર ફેક્ટરીઓ ચાલી રહી હતી.
Paytm અને Axis Bank વચ્ચે ટાઇ-અપ
Paytm અને Axis Bank TPAP એટલે કે થર્ડ પાર્ટી એપ્લિકેશન પ્રોવાઇડર બનવા માટે આ સપ્તાહે NPCIને અરજી કરશે. જો તેમને તેની મંજૂરી મળી જશે તો Paytm તેની UPI સેવા ચાલુ રાખી શકશે. એક અહેવાલ મુજબ, Paytm ની પેરન્ટ કંપની One97 Communications એ તેનું નોડલ એકાઉન્ટ એક્સિસ બેંકને આપી દીધું હતું. હવે તેમને UPI ઓપરેશન્સ માટે જોઇન્ટ એપ્લીકેશન સબમિટ કરવાની છે. આ થર્ડ પાર્ટી એપ્લિકેશન પ્રોવાઇડરની એપ્લિકેશન હોઈ શકે છે. Paytm અને Axis Bankની ટીમ ટૂંક સમયમાં NPCIના અધિકારીઓ સાથે આ અંગે ચર્ચા કરશે. રિપોર્ટ અનુસાર આ મીટિંગ આ અઠવાડિયે થઈ શકે છે. હાલમાં Paytm તેની UPI સર્વિસ પેટાએમ પેમેન્ટ બેંક દ્વારા આપે છે, પરંતુ RBIએ Paytmની આ બેંક પર પ્રતિબંધ મૂક્યો છે. 15 માર્ચ પછી, યૂઝર ન તો ફાસ્ટેગ જેવી સર્વિસના ઉપયોગ માટે વોલેટમાં પૈસા ઉમેરી શકશે અને ન તો UPI કામ કરશે.
વરિષ્ઠ નાગરિકોને ફાયદો
PNB હાઉસિંગ ફાયનાન્સ વરિષ્ઠ નાગરિકો માટે ખાસ ભેટ લઈને આવ્યું છે. હાઉસિંગ ફાઇનાન્સ કંપની વરિષ્ઠ નાગરિકોને તેની FD પર 8.30 ટકા વ્યાજ ઓફર કરી રહી છે. જો કે, આ ઓફર મર્યાદિત સમય માટે છે. PNB હાઉસિંગ ફાઇનાન્સના જણાવ્યા અનુસાર, 23-મહિનાની ફિક્સ ડિપોઝિટ પર 60 વર્ષથી ઓછી ઉંમરના વ્યક્તિઓ માટે વાર્ષિક 8 ટકા અને વરિષ્ઠ નાગરિકો માટે વાર્ષિક 8.30 ટકા વ્યાજ હશે. હાઉસિંગ ફાઇનાન્સ કંપનીના જણાવ્યા અનુસાર, વધેલા વ્યાજ દરો 31 માર્ચ, 2024 પહેલાં કરવામાં આવેલી તમામ નવી અને રિન્યૂ કરવામાં આવેલી FD માટે માન્ય છે. રોકાણકારો 10,000 રૂપિયાની ન્યૂનતમ ડિપોઝિટ સાથે આ દરોનો લાભ લઈ શકે છે.
રિફંડનું NO ટેન્શન
જો તમે IRCTCની એપ અથવા વેબસાઇટ દ્વારા ટિકિટ બુક કરો છો, તો તમને વધુ સુવિધા આપવા માટે, IRCTC ઓટો પેની સુવિધા લાવી છે. આ ફીચર દ્વારા ટિકિટ બુક કરાવવા પર તમારા પૈસા ત્યારે જ કપાશે જ્યારે તમારી સીટ કન્ફર્મ થશે. જો સીટ કન્ફર્મ નહીં થાય, તો તમારા પૈસા તમારા ખાતામાં જ રહેશે. IRCTC એપ અથવા વેબસાઇટ પર પેમેન્ટ ગેટવેના ઓપ્શનમાં તમને આ ફિચર સૌથી ઉપર દેખાશે. આ ફિચર દ્વારા ટિકિટ બુક કરવા પર તમારે તાત્કાલિક ચુકવણી કરવાની જરૂર નથી. આમાં, તમારા પૈસા બ્લોક જરૂર થઈ જશે પરંતુ કપાશે નહીં. આનાથી તમારે રિફંડ માટે રાહ જોવાની કે અરજી કરવાની જરૂરિયાત નહીં પડે. જો કોઈ મુસાફરની ટિકિટ વેઈટિંગમાં રહી જાય તો તેણે રિફંડ માટે રાહ નહીં જોવી પડે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો