આ દાળોની સ્ટોરેજ કેપિસિટી વધારાશે
કેન્દ્ર સરકારે અડદ અને તુવેર દાળની સંગ્રહ મર્યાદામાં વધુ વધારો કરવાની જાહેરાત કરી છે. આમાં મોટા મિલર્સ, રિટેલર્સ અને ડેપો સિવાય આયાતકારોને રાહત આપવામાં આવી છે, જેમના માટે સ્ટોરેજની સમય મર્યાદા લંબાવવામાં આવી છે. સરકારી નોટિફિકેશન અનુસાર સંશોધિત સ્ટોરેજ લિમિટ તાત્કાલિક અસરથી લાગુ થઈ ગઈ છે. સરકારે 31 ઓક્ટોબર સુધી અસરકારક સ્ટોરેજ લિમિટને પણ 31 ડિસેમ્બર સુધી લંબાવી દીધી છે. હવે મોટા વેપારીઓ 50ને બદલે 200 ટન સુધીનો સંગ્રહ કરી શકશે. તો છૂટક વેપારીઓ માટે, તુવેર અને અડદની આ મર્યાદા પાંચ ટન હશે. મોટી ફૂડ ચેઈન ધરાવતા તમામ આઉટલેટ્સ આ બંને કઠોળનો પાંચ ટન સુધીનો સ્ટોક કરી શકશે.
આ બેંકના વ્યાજ દરો વધ્યા
ખાનગી ક્ષેત્રની HDFC બેંકે લોનના વ્યાજ દરમાં થોડો વધારો કર્યો છે. બેંકે લોનના વ્યાજ દરમાં 0.05 ટકાનો વધારો કર્યો છે. આ વધારો પસંદગીની લોન મુદતની લોન માટે કરવામાં આવ્યો છે. બેંકની એસેટ એકાઉન્ટેબિલિટી કમિટીની બેઠક યોજાઈ હતી. બેઠકમાં, માર્જિનલ કોસ્ટ ઓફ ફંડિગ બેઝ્ડ લેડિંગ રેટ્સ એટલે કે MCLRને 0.05 ટકા વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
શું કહ્યું નાણા પ્રધાને
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું છે કે નાણા મંત્રાલયનું ધ્યાન માત્ર GST કલેક્શન વધારવા પર જ નથી પરંતુ તમામ વ્યાપારી સંસ્થાઓને તેના વ્યાપમાં લાવવા પર પણ છે. તેમણે કહ્યું કે GST સુવિધા કેન્દ્રો વેપાર સંસ્થાઓને GST નોંધણી કરાવવામાં આવતી અસુવિધાઓને દૂર કરવામાં મદદ કરશે અને સમસ્યાઓનું નિરાકરણ સરળ બનાવશે.
AC માટે PLI યોજના શરૂ થશે
સરકાર ઘરોમાં વપરાતા એર કંડિશનર જેવા મોટા ઈલેક્ટ્રોનિક ઉત્પાદનો માટે પ્રોડક્શન બેઝ્ડ ઈન્સેન્ટિવ સ્કીમ એટલે કે PLI હેઠળ ચોથા ક્વાર્ટરથી કંપનીઓને ઈન્સેન્ટિવ આપવાનું શરૂ કરી શકે છે. કેટલીક કંપનીઓએ આ વસ્તુઓનું ઉત્પાદન શરૂ કરી દીધું છે. ઈલેક્ટ્રોનિક ચીજવસ્તુઓ માટેની PLI યોજનાનો ઉદ્દેશ્ય એર કંડિશનર્સ અને LED લાઇટ જેવા ઇક્વિપમેન્ટ્સના સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહિત કરવાનો છે.
એર ઇન્ડિયાને દંડ
DGCAએ ટાટાની માલિકીની કંપની એર ઈન્ડિયાને દંડ ફટકાર્યો છે. DGCA દ્વારા 10 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઉપરાંત, ઉડ્ડયન નિયમનકારે મુસાફરોને આપવામાં આવતી સુવિધાઓ સંબંધિત ધોરણોનું પાલન ન કરવા બદલ એરલાઇનને ‘કારણ દર્શક’ નોટિસ જાહેર કરી છે… નિયમનકારે ગયા વર્ષે યાત્રીઓને બોર્ડિંગથી વંચિત રાખવા બદલ નાગરિક ઉડ્ડયન આવશ્યકતાઓની જોગવાઈઓનું પાલન ન કરવા માટે એર ઈન્ડિયાને 10 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
મોબાઇલ માટે યૂનિક ID
સરકાર ટૂંક સમયમાં મોબાઈલ ફોન યુઝર્સ માટે યુનિક કસ્ટમર આઈડી બહાર પાડશે.. આ આઈડી નવું કે વધારાનું સિમ ખરીદવા માટે વન-સ્ટોપ આઈડેન્ટિફિકેશન તરીકે કામ કરશે… સરકાર આ પગલાથી યુઝર્સને સાયબર છેતરપિંડીથી બચાવશે. આ સિવાય આ ID નો ઉપયોગ સરકારી યોજનાઓ હેઠળ આપવામાં આવતી નાણાકીય સહાયને યોગ્ય લાભાર્થી સુધી પહોંચાડવા માટે પણ કરવામાં વશે. આ યૂનિક કસ્ટમર ID ને આધાર સાથે પણ લિંક કરવામાં આવશે.યૂનિક IDની મદદથી સિમ કાર્ડ અને મોબાઈલને ટ્રેક કરવાનું પણ સરળ બનશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો