81 કરોડ લોકોના આધાર ડેટા લીક
ડાર્ક વેબ પર આધાર લીકનો એક કેસ મામલો સામે આવ્યો છે. બિઝનેસ સ્ટાન્ડર્ડના રિપોર્ટ અનુસાર, અમેરિકન કંપની રિસિક્યોરિટીએ દાવો કર્યો છે કે 81.5 કરોડ ભારતીયોના આધાર અને પાસપોર્ટ સંબંધિત ડેટા ડાર્ક વેબ પર લીક થયા છે… રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે નામ, ફોન નંબર, સરનામું, આધાર અને પાસપોર્ટ સંબંધિત જાણકારી ઓનલાઇન વેચવાનો પ્રયાસ કરવામાં આવ્યો. અમેરિકન ફર્મે તેની પોસ્ટમાં લખ્યું છે કે 9 ઓક્ટોબરે ‘pwn0001’ નામના વ્યક્તિએ બ્રીચ ફોરમ પર એક પોસ્ટ શેર કરી હતી… તેણે 81.5 કરોડ ભારતીયોના આધાર અને પાસપોર્ટના રેકોર્ડ સુધીના એક્સેસ સાથે સંબંધિત માહિતી આપી અને તેને વેચવાની કોશિશ કરી..સિક્યોરિટીના રિપોર્ટ અનુસાર, તે વ્યક્તિએ આધાર અને પાસપોર્ટ સંબંધિત માહિતીને 80 હજાર ડોલરમાં વેચવાની ઓફર કરી હતી.
સહકારી બેંકોને દંડ
રિઝર્વ બેંકે 5 સહકારી બેંકોને દંડ ફટકાર્યો છે. આ સહકારી બેંકો છે- ઉમા કો-ઓપરેટિવ બેંક લિમિટેડ, પીજ પીપલ્સ કો-ઓપરેટિવ બેંક લિમિટેડ, મિઝોરમ કો-ઓપરેટિવ એપેક્સ બેંક લિમિટેડ, બીરભૂમ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંક લિમિટેડ અને શિહોરી નાગરિક સહકારી બેંક લિમિટેડ. આ તમામ બેંકો પર નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ છે. જો કે, આનાથી ગ્રાહકો પર કોઈ અસર નહીં થાય.
આ બેંકે FDના રેડ વધાર્યા
પોતાની બચતને બેંકની FDમાં રાખનારા માટે મહત્વના સમાચાર છે… RBL બેંક અને ફિનકેર સ્મોલ ફાઇનાન્સ બેંકે ફિક્સ્ડ ડિપોઝિટ પર વ્યાજ દર વધારવાની જાહેરાત કરી છે… RBL બેંકે 7 દિવસથી લઇને 10 વર્ષ સુધીની 2 કરોડ રૂપિયા સુધીની એફડી પર વ્યાજ દર વધારીને 3.5 ટકાથી લઇને 7.80 ટકા કર્યો છે. બેંક વરિષ્ઠ નાગરિકોને 4 થી લઇને 8.3 ટકા સુધીના વ્યાજ દર ઓફર કરી રહી છે. બીજી તરફ, Fincare Small Finance Bank સામાન્ય ગ્રાહકોને 3 ટકાથી લઇને 8.61 ટકા સુધીનું વ્યાજ અને વરિષ્ઠ નાગરિકોને 3.60 ટકાથી લઇને 9.21 ટકા સુધીનું વ્યાજ આપી રહી છે.
સહકારી બેંકો અંગે નવો નિયમ
બેંકિંગ રેગ્યુલેશન એમેન્ડમેન્ટ એક્ટ 2020 હેઠળ, સહકારી બેંકોના નામ બદલવા સંબંધિત નવો નિયમ આજે આરબીઆઈ દ્વારા એક નોટિફિકેશન જાહેર કરીને લાગુ કરી દેવામાં આવ્યો છે. દેશની કેન્દ્રીય બેંક અને બેંકોના નિયમનકાર એવી રિઝર્વ બેંકે, સહકારી બેંકો માટે નવો નિયમ બનાવ્યો છે. નિયમ અંતર્ગત કોઈપણ સહકારી બેંક પોતાનું નામ નહીં બદલી શકે. બેંકો તેમનું નામ ત્યારે જ બદલી શકશે જો RBI તેમને લેખિતમાં કહે કે તેને બેંકનું નામ બદલવામાં કોઈ વાંધો નથી.
તુવેર દાળ 38 ટકા મોંઘી
સપ્ટેમ્બર મહિનામાં છૂટક મોંઘવારી દર ઘટીને 5 ટકાની આસપાસ આવ્યો હોવા છતાં ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં વધારો અટકવાના કોઈ સંકેત દેખાતા નથી. તુવેર દાળ એક વર્ષમાં લગભગ 38 ટકા મોંઘી થઈ ગઈ છે. છૂટક બજારમાં તુવેર દાળની કિંમત 150 રૂપિયા પ્રતિ કિલોને પાર પહોંચી ગઈ છે. તો ચોખા, ઘઉં અને લોટના ભાવમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. મોંઘી ખાંડને કારણે ખાંડની મીઠાશ પણ કડવી બની રહી છે.
પોલિસીની સરળ ભાષામાં સમજણ
હવે તમારા માટે વીમા પૉલિસીની બારીકીઓને સમજવામાં સરળતા રહેશે.. ઉપરાંત, વીમા કંપનીઓ અને તેમના એજન્ટોની ચાલાકી હવે કામ નહીં કરે. વીમા નિયમનકાર IRDAI એ 1 જાન્યુઆરી, 2024થી વીમા વેચાણના નિયમો લાગૂ કરવાની જાહેરાત કરી છે. નિયમ અંતર્ગત તમામ વીમા કંપનીઓએ ખુબજ સરળ ભાષામાં પોલિસી સંબંધિત મૂળભૂત માહિતી સમજાવવી પડશે..આ માટે, હાલના ગ્રાહક માહિતી પત્રકમાં સુધારો કરવામાં આવ્યો છે..સંશોધિત ગ્રાહક માહિતી પત્રમાં, વીમા કંપનીઓએ પૉલિસીનું નામ, પૉલિસી નંબર, પૉલિસીનો પ્રકાર અને વીમાની રકમ વિશે જણાવવું પડશે… આ ઉપરાંત, પૉલિસીધારકોને તેમાં સમાવિષ્ટ ખર્ચાઓ, પોલિસીના કાર્યક્ષેત્રની બહારની વસ્તુઓ, વેઇટિંગ પીરિયડ, કવરેજની નાણાકીય મર્યાદા, દાવાની પ્રક્રિયા અને ફરિયાદ નિવારણ વ્યવસ્થા વિશેની માહિતી સરળ ભાષામાં આપવાની રહેશે.
આ સેક્ટરના ખરાબ દિવસો
દેશના IT સેક્ટરના 25 વર્ષના ઈતિહાસમાં અત્યારે સૌથી ખરાબ તબક્કો ચાલી રહ્યો છે… 25 વર્ષમાં એવું પ્રથમવાર છે જ્યારે સમગ્ર સેક્ટરમાં કામ કરતા કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો થયો છે… આ વર્ષે એપ્રિલ – સપ્ટેમ્બર દરમિયાન, દેશની 9 અગ્રણી IT કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓની કુલ સંખ્યામાં ઘટાડો થયો છે… આ કંપનીઓ દેશમાં 20 લાખથી વધુ લોકોને રોજગાર આપે છે… કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો થવાનું મુખ્ય કારણ અમેરિકા અને યુરોપમાંથી માંગમાં ઘટાડો હોવાનું કહેવાય છે… આ દેશોમાં IT કંપનીઓના ગ્રાહકોએ મંદીના ડરથી પોતાના ખર્ચમાં ઘટાડો કર્યો છે… જેના કારણે કર્મચારીઓની માંગમાં ઘટાડો થયો છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો