ITR ફાઇલિંગનો નવો રેકોર્ડ
દેશમાં ITR ફાઇલિંગનો નવો રેકોર્ડ બન્યો છે. નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં રિટર્ન ફાઈલ કરનારા લોકોની સંખ્યા 8 કરોડને વટાવી ગઈ છે. આકારણી વર્ષ 2023-24માં આવકવેરા રિટર્ન ફાઇલ કરનારા લોકોની સંખ્યા 8 કરોડ 18 લાખ રહી છે. તેમાં લગભગ 9 ટકાનો ઉછાળો આવ્યો છે. માહિતી અનુસાર, એસેસમેન્ટ યર 2023-24માં કુલ 1 કરોડ 60 લાખ ઓડિટ રિપોર્ટ અને અન્ય ફોર્મ ભરવામાં આવ્યા હતા. ગયા વર્ષે આ આંકડો 1.43 કરોડ હતો.
અધધધ.. GST કલેક્શન
એપ્રિલથી ડિસેમ્બર 2023 દરમિયાન GST કલેક્શનનો આંકડો 14.97 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચ્યો હતો. જ્યારે ગયા વર્ષે આ જ સમયગાળામાં એટલે કે એપ્રિલ-ડિસેમ્બર 2022માં GST તરીકે 13.40 લાખ કરોડ રૂપિયા એકત્ર થયા હતા. નાણા મંત્રાલયે આ માહિતી આપી છે. ડેટા અનુસાર, 2023-24ના પ્રથમ નવ મહિનામાં સરેરાશ માસિક ટેક્સ કલેક્શન 1.66 લાખ કરોડ રૂપિયા રહ્યું છે. જે નાણાકીય વર્ષ 2022-23ના સમાન સમયગાળામાં 1.49 લાખ કરોડના સરેરાશ ટેક્સ કલેક્શન કરતાં 12 ટકા વધુ છે.
2000ની નોટ પર લેટેસ્ટ અપડેટ
વર્ષના અંત સુધીમાં, 19 મે, 2023 સુધીમાં ચલણમાં રહેલી રૂપિયા 2,000ની બેંક નોટમાંથી કુલ 97.38 ટકા બેંકિંગ સિસ્ટમમાં પાછી આવી ગઇ છે. જોકે, આરબીઆઈએ કહ્યું છે કે 2,000ની નોટો લીગલ ટેન્ડર રહેશે. આ નોટો દેશભરમાં ભારતીય રિઝર્વ બેંકની 19 પ્રાદેશિક કચેરીઓમાં બદલી અથવા જમા કરાવી શકાય છે. આ ઉપરાંત, લોકો તેમના બેંક ખાતામાં જમા કરાવવા માટે ઈન્ડિયા પોસ્ટનો ઉપયોગ કરીને કોઈપણ RBI ઑફિસમાં 2,000 રૂપિયાની નોટ પોતાના બેંક ખાતામાં જમા કરવા માટે મોકલી શકે છે.
ઇ-કોમર્સ કંપનીઓની બલ્લે બલ્લે
નવા વર્ષની પૂર્વ સંધ્યાએ, 31 ડિસેમ્બર, ઇ-કોમર્સ કંપનીઓને જંગી ઓર્ડર મળ્યા છે. Zomato, Blinkit, Swiggy અને Food Instamart જેવી કંપનીઓ આ ઓર્ડર પૂરા કરવામાં વ્યસ્ત હતી. સ્વિગીને દર મિનિટે બિરયાનીના 1,244 ઓર્ડર મળ્યા છે. સ્વિગીને 31 ડિસેમ્બરે બિરયાનીના 4.8 લાખ ઓર્ડર મળ્યા હતા. એટલે કે તેણે દર મિનિટે 1,244 ઓર્ડર પૂરા કર્યા છે. તેમાંથી દરેક ચોથી બિરયાની હૈદરાબાદથી મંગાવવામાં આવી છે. તો ઝોમેટો ડિલિવરીવાળાને આ દિવસે લગભગ એક કરોડ રૂપિયા ટિપમાં મળ્યા છે…
સોનાનો ભાવ વધ્યો
દેશના બુલિયન માર્કેટમાં આજે મંગળવારે સોનાની કિંમતમાં વધારો જોવા મળ્યો છે. સોનાની કિંમત 64,000 રૂપિયાની ઉપર ટ્રેડ થઈ રહી છે. દિલ્હી-NCRમાં સોનાનો ભાવ 64,240 રૂપિયા છે. ચેન્નાઈમાં સોનાનો ભાવ 64,500 રૂપિયા છે. અહીં સોનાની કિંમત અન્ય શહેરો કરતા વધારે છે. જ્યારે ચાંદીનો ભાવ 78,900 પર ટ્રેડ થઈ રહ્યો છે.
30 લાખને આઇટી એલર્ટ
આવકવેરા વિભાગે દેશભરના લગભગ 30 લાખ પગારદાર કરદાતાઓને SMS અને ઈમેલ દ્વારા એલર્ટ મોકલ્યું છે… કરદાતાઓના TDS અને રિવાઇઝ્ડ ટેક્સ રિટર્નમાં કરવામાં આવેલા રિફંડના દાવા વચ્ચે મેળ ન હોવાને કારણે આ એલર્ટ મોકલવામાં આવ્યું છે. .. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે એલર્ટની સંખ્યામાં ઘણો વધારો થયો છે… ઓક્ટોબર 2022માં મૈસુરમાં એક વિશેષ એકમ ખોલવામાં આવ્યું છે… જે રિટર્નના સેન્ટ્રલાઈઝડ મેચિંગ અને ક્રોસ વેરિફિકેશનનું કામ કરે છે… આવકવેરા વિભાગની આ ચેતવણીઓનો હેતુ કરદાતાઓને તેમની ભૂલો સુધારવાની તક આપવાનો છે…
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો