Money9 Gujarati:
અત્યારે વાત તો, 5G ટેલિકોમ સર્વિસની થઈ રહી છે, પરંતુ ભારતનાં કરોડો લોકો હજુ પણ ઈન્ટરનેટ માટે 2G સર્વિસનો ઉપયોગ કરે છે. આવા ગ્રાહકો ઘણા કારણસર હજુ સુધી 4G સર્વિસનો ઉપયોગ નથી કરી શકતા કારણ કે, તેમને ઈન્ટરનેટનો ખર્ચ પોષાતો નથી. આ સમસ્યાને દૂર કરવા માટે ભારતની સૌથી મોટી ટેલિકોમ કંપની Reliance Jioએ નવો 4G ફીચર ફોન લૉન્ચ કર્યો છે. આ ફીચર ફોનનું નામ છે Jio Bharat v2 Phone.
7 જુલાઈથી બીટા ટ્રાયલ
ભારતનાં લગભગ 25 કરોડ મોબાઈલ ફોન ગ્રાહકો હજુ પણ 2G સર્વિસનો ઉપયોગ કરે છે. આવા લોકો માટે જિયોનો આ 4G ફીચરફોન આશીર્વાદરૂપ છે કારણ કે, તેમને 4G સર્વિસનો ઉપયોગ કરવાની તક મળશે. રિલાયન્સ જિયોએ જણાવ્યું છ કે, આ ફોનને કારણે કંપનીને 10 કરોડ જેટલાં નવા ગ્રાહકો મેળવવામાં મદદ મળશે. પ્રથમ 10 લાખ જિયો ભારત ફોનનું બીટા ટ્રાયલ 7 જુલાઈથી શરૂ થશે અને દેશભરનાં 6,500 જિલ્લામાં આ ટ્રાયલ હાથ ધરવામાં આવશે.
કિંમત અને પ્લાન
રિલાયન્સે આ ફોનની કિંમત માત્ર રૂ.999 રાખી છે. ભારતમાં અત્યારે મળતાં ઈન્ટરનેટ સાથેનાં ફીચર ફોનમાં આ ફોન એન્ટ્રી-લેવલનો સૌથી સસ્તો ફોન છે. Jio Bharat v2 Phoneના માસિક અને વાર્ષિક પ્લાન મળશે. આ પ્લાન પણ હરીફ કંપનીઓ કરતાં ઘણા સસ્તા હોવાનો દાવો રિલાયન્સ જિયોએ કર્યો છે. જિયો જણાવે છે કે, તેનો માસિક પ્લાન હરીફો કરતાં 30 ટકા સસ્તો છે અને ડેટાની તુલનાએ સાત ગણો સસ્તો છે. કંપની 123 રૂપિયામાં 28 દિવસ અનલિમિટેડ કૉલ અને 14 GB ડેટા આપશે. આ પ્લાન હરીફોના પ્લાન કરતાં 30 ટકા સસ્તો છે. હરીફ કંપનીઓ રૂ.179ના માસિક પ્લાનમાં 28 દિવસ માટે 2 GB ડેટા આપે છે. જિયોનો વાર્ષિક પ્લાન રૂ.1,234માં મળશે, જેમાં 168 GB ડેટા મળશે. આ પ્લાન હરીફોના પ્લાન કરતાં 25 ટકા સસ્તો છે. હરીફો રૂ.1,799ના વાર્ષિક પ્લાનમાં 24 GB ડેટા આપે છે.
#WATCH | Visuals of JioBharat V2 4G Phone with an MRP of Rs 999, the lowest entry price for an internet-enabled phone. The monthly plan is 30% cheaper and has 7 times more data compared to feature phone offerings of other operators. The phone has plans including Rs 123 for 28… pic.twitter.com/xBbALCAoA9
— ANI (@ANI) July 3, 2023
ફીચર
જિયોના ફોનમાં જિયો સિનેમા અને જિયો સાવનની સર્વિસ મફતમાં મળશે. એટલે કે, ઈન્ટરનેટના મોરચે આ ફોનની તોલે કોઈ પણ ફોન આવી શકે એમ નથી. Jio Bharat V2 phoneની બીટા ટ્રાયલની શરૂઆત 7 જુલાઈથી થશે.
ફોનમાં સામેલ કેટલા ફીચર્સ નીચે મુજબ છેઃ
– FM radio, 0.3MP camera, a headphone jack, expandable storage, and torch
– 1.77 inch QVGA TFT display, removable 1000mAh battery
– 3.5mm headphone jack, 0.3 megapixel camera on the back
– Expandable storage via SD cards up to 128GB
– Phone supports UPI payments through JioPay
– JioCinema access for movies, videos and sports entertainment
– JioSaavn access, service includes 8 crore+ songs in multiple languages
આકાશ અંબાણીએ શું કહ્યું
રિલાયન્સ જિયોના ચેરમેન આકાશ અંબાણીએ જણાવ્યું હતું કે, “ભારતમાં આજે પણ એવા 25 કરોડ મોબાઈલ ફોન યુઝર્સ છે, જેમણે નાછૂટકે 2G સર્વિસનો ઉપયોગ કરવો પડે છે. દુનિયા અત્યારે 5Gના ક્રાંતિકારી યુગમાં પહોંચી ગઈ છે તેવા સમયે પણ આવા ગ્રાહકો ઈન્ટરનેટના મૂળ ફીચર્સથી વંચિત છે.” અંબાણીએ ઉમેર્યું હતું કે, “6 વર્ષ અગાઉ, જિયોના લૉન્ચિંગ સમયે જ અમે એ બાબત સ્પષ્ટ કરી દીધી હતી કે, જિયો ઈન્ટરનેટને સર્વવ્યાપી બનાવીને દરેક ભારતીય સુધી ટેકનોલોજીનો લાભ પહોંચાડવામાં કોઈ કસર બાકી નહીં રાખે. ટેકનોલોજી હવે અમુક ચુનંદા લોકોના વિશેષાધિકાર પૂરતી મર્યાદિત નથી રહી.”
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો