Money9: સરકારે જુલાઇમાં નોન-બ્રાન્ડેડ પેક્ડ પ્રોડક્ટ્સને 5 ટકા GST હેઠળ આવરી લીધી છે. નોઇડામાં રહેતો અતુલ આ વખતે જ્યારે નજીકની ઘંટીએ લોટ લેવા ગયો તો લોટવાળાએ પેકેટનો ભાવ 5% વધારીને કહ્યો. અતુલે જ્યારે પુછ્યું કે ભાઇ, ભાવ કેમ વધાર્યો? તો લોટવાળાએ જવાબ આપ્યો કે લોટ પર 5 ટકા GST લાગી ગયો છે.
નોન-બ્રાન્ડેડ પેકેટ્સ પર GST
સરકારે જુલાઇમાં નોન-બ્રાન્ડેડ પેક્ડ પ્રોડક્ટ્સને 5 ટકા GST હેઠળ આવરી લીધી છે અને આ ટેક્સ ફક્ત લોટ પર જ નહીં પરંતુ દાળ, ચોખા સહિત એવા દરેક પેકેટ પર લાગુ પડશે જેની પર કોઇ બ્રાન્ડનું લેબલ નથી. બ્રાન્ડેડ પ્રોડક્ટ્સ પર તો પહેલેથી જ GST લાગી રહ્યો છે. તો કરિયાણાનું જુનુ બિલ કાઢો અને ચેક કરો કે એવી કેટલી નોન-બ્રાન્ડેડ આઇટમ છે જેને તમે ખરીદો છો. તમે જોશો કે મસાલા, પાપડ, પૌંવા, સોજી, બેસન, ચણા જેવી ઘણી પ્રોડક્ટ છે જે બ્રાન્ડેડ નથી. છતાંપણ તમે તેને ખરીદો છો. આવી બધી પ્રોડક્ટ્સ પર ગ્રાહકોએ હવે વધારે કિંમત ચુકવવી પડશે.
ગ્રાહકોની પસંદ નોન-બ્રાન્ડેડ
રિપોર્ટ્સ અનુસાર 70 થી 75 ટકા ગ્રાહક નોન બ્રાન્ડેડ પેક્ડ પ્રોડક્ટ્સ જ ખરીદવાનું પસંદ કરે છે. કારણ કે બ્રાન્ડેડ પ્રોડક્ટ્સની સરખામણીએ તેની કિંમત ઓછી હોય છે. પરંતુ હવે GST લાગવાના કારણે ગ્રાહકોને મળનારો આ ફાયદો ઓછો થઇ ગયો છે અને ગ્રાહકોના આટલા મોટા વર્ગને ટેક્સ હેઠળ આવરી લઇને સરકાર પણ પોતાની કમાણી વધારવાના ચક્કરમાં છે.
પરંતુ નુકસાન ફક્ત ગ્રાહકોનું જ નથી. પરંતુ નોન બ્રાન્ડેડ ઉત્પાદનોનું પેકિંગ કરનારી ઇન્ડસ્ટ્રીને પણ માર પડશે. સામાન્ય રીતે બ્રાન્ડેડ પ્રોડક્ટ, નોન-બ્રાન્ડેડ પેકેટના મુકાબલે 15-20 ટકા મોંઘો હોય છે. પરંતુ 5 ટકા GSTના કારણે આ અંતર ઘટી ગયું છે અને અંતર ઘટવાથી ગ્રાહકો પણ એવી વસ્તુ ખરીદવામાં વધારે રસ દાખવશે જેની પર કોઇ જાણીતી બ્રાન્ડનો સિક્કો વાગ્યો હોય.
સરકારને ફાયદો
જો કે ગ્રાહકો અને ઇન્ડસ્ટ્રી માટે વધેલા પડકારો છતાં સરકારને તો ફાયદો જ થવાનો છે. આ નવા ટેક્સ દરોથી એક વર્ષમાં સરકારને લગભગ 15 હજાર કરોડ રૂપિયાની વધારાની ટેક્સની આવક થશે. સરકારે એક બીજો પણ ઝટકો આપ્યો છે. પહેલા ખાદ્યતેલના પેકિંગ મટિરિયલ પર ઇનપુટ ટેક્સ ક્રેડિટનો ફાયદો મળતો હતો. હવે તે પણ બંધ કરી દેવામાં આવ્યો છે. વેપારીઓ તેને પાછો માંગી રહ્યા છે. ભારતીય ઉદ્યોગ વેપાર મંડળનું કહેવું છે કે ઇનપુટ ટેક્સ ક્રેડિટ બંધ થવાથી ઓઇલ મિલોના કરોડો રૂપિયા સરકાર પાસે જમા થઇ ગયા છે.
કુલ મળીને GSTમાં થયેલો આ ફેરફાર ગ્રાહકો અને વેપારી એમ બન્ને માટે ભારે પડી રહ્યો છે. પરંતુ સરકારનો ખજાનો ભરાઇ રહ્યો છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો