Money9: આજકાલ ઓનલાઇન ખરીદી કરવી એક સમાન્ય વાત થઇ ગઇ છે. આઇટી કંપનીમાં કામ કરતો મનોહર પણ દરેક નાની મોટી જરૂરિયાતનો સામાન ઑનલાઇન મંગાવે છે. તેનાથી તેનો સમય તો બચી જાય છે પરંતુ ઇ-કૉમર્સ સાઇટ્સના લિમિટેડ ઑપ્શનની વાત તેને પરેશાન કરે છે. તે ઇચ્છે છે કે નાના રિટેલર પણ ઑનલાઇન આવી જાય જેથી તેમની પાસેથી સામાન મંગાવીને થોડાક પૈસાની વધારે બચત કરી શકાય. આ ઇચ્છા મનોહર જેવા ઘણાં લોકોની છે. જો કે ઑનલાઇન શૉપિંગના ક્ષેત્રમાં કેટલીક સાઇટ્સનો માર્કેટ પર કબજો છે. જેને ધ્યાનમાં લઇને સરકારે એવી પહેલ કરી છે જેનાથી ઇ-કોમર્સ સાઇટ્સ પરથી ખરીદી કરવાની રીત સંપૂર્ણપણે બદલાઇ જશે. સરકારની આ પહેલથી નાના દુકાનદારોને તો ફાયદો થશે જ સાથે જ ગ્રાહકોના પણ ઘણાં પૈસા બચશે. તો શું છે આ ફેરફાર અને તેનાથી ગ્રાહકોને કેવી રીતે થશે ફાયદો એ જાણવા માટે જુઓ આમારો આ ખાસ વીડિયો.
સરકાર લાવશે ONDC
આપણા દેશમાં ઇ-કોમર્સ બજાર પર કેટલીક કંપનીઓનો કબજો છે અને આ જ કંપનીઓ બજારના નિયમ-કાયદા નક્કી કરે છે. સરકારે આ કંપનીઓના દબદબાને ઘટાડવા માટે આ પહેલ કરી છે. સરકાર ONDC એટલે કે Open Network for Digital Commerce લાવવા જઇ રહી છે. જેનો હેતુ electronic network દ્વારા એક ઓપન પ્લેટફૉર્મ તૈયાર કરવાનો છે. આ એક એવું પ્લેટફૉર્મ હશે જેનો ઉપયોગ નાના-મોટા બધા દુકાનદાર કરી શકશે.
શું છે ONDC
ONDC એક open source network છે. તેમાં લોકલ વેપારીઓને એક network enabled application (નેટવર્ક ઇનેબલ્ડ એપ્લિકેશન) મળે છે. જેનાથી નાના દુકાનદાર ગ્રોસરી, ફૂડ ઑર્ડર અને ડિલીવરી, હોટલ બુકિંગ અને ટ્રાવેલ સહિત તમામ બિઝનેસમાં પોતાની પહોંચ વધારી શકશે. એટલે લોકોને નાનામાં નાની ચીજોનું શોપિંગ કરવા માટે ઘણાં ઑપ્શન મળી જશે. જેનાથી તે અલગ-અલગ પ્રકારના રેટની સરખામણી કરીને સામાન મંગાવી શકશે. આનાથી તેમના પૈસાની બચત તો થશે જ સાથે તેમની પાસે કેટલીક ગણતરીની દુકાનોમાંથી સામાન મંગાવવાની મજબૂરી પણ સમાપ્ત થઇ જશે. એટલે ખરીદાર અને વિક્રેતા બન્નેને ફાયદો થશે.
હવે એમેઝોન, ફ્લિપકાર્ટે પણ ONDC સાથે જોડાવું પડશે. તો બીજીબાજુ નાના પ્લેટફૉર્મ્સ પણ અહીં દેખાશે. હવે તમે સીધા જ્યાંથી ઇચ્છો ત્યાંથી ઓર્ડર કરી શકો છો અને એવું બની શકે કે લોકલ લેવલે તે પ્રોડ્કટ થોડાક જ સમયમાં તમને મળી જાય. અહીં તમને ઇન્ટર ઑપરેટિબિલિટીની પણ સુવિધા મળે છે. એટલે એક એપથી સામાન ઓર્ડર કરો અને બીજી એપથી ડિલીવરી કરો. જેમ કે તમે કોઇ ફૂડ ઑર્ડર ડિલીવર કરવા માંગો છો પરંતુ ઝોમેટો કે સ્વિગી પર તેની ડિલીવરીનો ચાર્જ વધારે દેખાઇ રહ્યો છે તો તમે ઝોમેટો કે સ્વિગીથી ખાવાનું ઓર્ડર કરીને Dunzo જેવી કોઇ ડિલીવરી એપ કે સીધા રેસ્ટોરન્ટથી ખાવાનું ડિલીવર કરાવી શકો છો.
આ શહેરોમાં ચાલી રહ્યું છે ટેસ્ટીંગ
આમ તો 29 એપ્રિલથી પાંચ શહેરો બેંગાલુરૂ, નવી દિલ્હી, ભોપાલ, શિલોંગ અને કોઇમ્બતૂરમાં ONDCનું ટેસ્ટીંગ ચાલી રહ્યું છે અને આ પાયલોટ પ્રોજેક્ટમાં અંદાજે 150 રિટેલર ભાગ લઇ રહ્યાં છે. પરંતુ સરકારની આ પહેલમા ઘણાં વિઘ્નો પણ છે જેવા કે એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી મોટી કંપનીઓ નુકસાન વેઠીને પણ લોકલ દુકાનદારના મુકાબલે ચીજો સસ્તી આપશે. બીજીતરફ લોકો ઓછી કિંમતનો એકલ-દોકલ સામાન પણ આસપાસની દુકાનો પરથી મંગાવશે તો આવા સામાનની વાંરવાર ડિલીવરી કરવાનું લોકલ દુકાનદાર માટે થોડુક મુશ્કેલ બનશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો