MONEY9: કોરોનાનું તો જાણે કે નામોનિશાન નથી રહ્યું. લોકડાઉનના દિવસો પણ ભૂલાઈ ગયા છે, પરંતુ કોરોના અને લોકડાઉને જેમની નોકરીઓ છીનવી હતી, તે હજુ સુધી પાછી મળી નથી. સરકારી વિભાગોમાં લાખો જગ્યા ખાલી પડી છે અને પ્રાઈવેટ સેક્ટરમાં પણ જોઈએ તેવી નોકરીઓ મળતી હતી. કોરોના પહેલાં જેટલા પગાર મળતાં હતા, તેટલા પગારમાં કામ શોધવું લોઢાનાં ચણા ચાવવા બરાબર છે.
ઓગસ્ટમાં બેરોજગારી વધી ઓગસ્ટ મહિનાના આંકડા દર્શાવે છે કે, બેરોજગારીનો દર એક વર્ષના સૌથી ઊંચા સ્તરે પહોંચી ગયો છે અને શહેરોમાં તથા ગામડાંમાં બેકારીમાં વધારો થયો છે. ઓગસ્ટમાં કુલ લેબર ફોર્સની સંખ્યા 40 લાખ વધીને 43 કરોડ નોંધાઈ છે.. જોકે, જુલાઈમાં સ્થિતિ થોડી સુધરી હતી અને રિટાયરમેન્ટ ફંડ ઈપીએફઓમાં જુલાઈમાં સબ્સક્રાઈબર્સની સંખ્યા 24 ટકા વધી હતી, પરંતુ આ વૃદ્ધિનું કારણ 2021ના જુલાઈની નીચી બેઝ ઈફેક્ટને માનવામાં આવે છે.
કૃષિ સેક્ટરમાં રાહત કૃષિ સેક્ટરમાં પરિસ્થિતિ એટલી ખરાબ નથી, પરંતુ બિન-કૃષિ સેક્ટરમાં હાલત કફોડી છે. બિન-કૃષિ સેક્ટર્સમાં સૌથી વધુ રોજગારી આપતા મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં પણ નોકરીઓ ઘટી રહી છે. માર્ચમાં સમાપ્ત થયેલા નાણાકીય વર્ષ 2021-22ના ચારેય ત્રિમાસિક ગાળાના આંકડા જોઈએ તો, પ્રત્યેક ત્રિમાસિક ગાળા દરમિયાન, રોજગારીના માર્કેટમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો હિસ્સો ઘટ્યો છે. જૂન ક્વાર્ટરમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો હિસ્સો 41 ટકા હતો, જે માર્ચ ક્વાર્ટરમાં 39 ટકાની નીચે જતો રહ્યો હતો.
લાખો હોદ્દા ખાલી સરકારી નોકરીની વાત કરીએ તો, ત્યાં પણ સ્થિતિ અત્યંત ખરાબ છે. કેન્દ્ર સરકારે પોતે જ સ્વીકાર્યું છે કે, ગયા વર્ષના માર્ચ સુધીમાં સરકારી વિભાગોમાં ખાલી પડેલી જગ્યાનો આંકડો 10 લાખ હતો. આમ પણ, છેલ્લાં બે વર્ષથી ભરતી પર બ્રેક વાગેલી છે, એટલે ખાલી પડેલા હોદ્દાની સંખ્યામાં ઘણો વધારો થયો હશે. જો કેન્દ્રના ખાલી હોદ્દાઓમાં રાજ્ય સરકારોમાં ખાલી પડેલી જગ્યાઓનો આંકડો ઉમેરીએ તો, સંખ્યા બે ગણી થઈ જશે.
ક્યારે થશે ભરતી? સૈન્ય અને અર્ધસૈન્ય દળોમાં પણ લાંબા સમયથી મોટા પાયે ભરતી થઈ નથી અને ત્યાં પણ અનેક જગ્યાઓ ખાલી પડી છે. સરકારી આંકડા દર્શાવે છે કે, સંરક્ષણ વિભાગની ત્રણેય પાંખમાં 1.35 લાખથી પણ વધારે જગ્યાઓ ખાલી છે જ્યારે અર્ધસેન્ય દળોમાં 84 હજારથી પણ વધુ જગ્યાઓ ખાલી પડી છે. તાજેતરમાં સૈન્ય બળોમાં ભરતી શરૂ તો થઈ છે, પરંતુ આ તમામ હોદ્દા ભરવામાં હજુ ઘણો સમય લાગી જશે. અર્ધસૈન્ય બળોમાં જે હોદ્દા ખાલી છે તેને ભરવાનો લક્ષ્યાંક પૂરો કરવામાં આવતા વર્ષનો ડિસેમ્બર મહિનો આવી જશે. આમ, એક વાત સ્પષ્ટ છે કે, રોજગારીનું બજાર સુસ્ત છે, પછી તે સરકારી હોય કે પ્રાઈવેટ.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો