Money9 Gujarati:
Paytm Payments Bank પર ત્રાટક્યા બાદ હવે RBIએ અન્ય એક અગ્રણી કંપની સામે કડક કાર્યવાહી કરી છે. રિઝર્વ બેન્ક ઑફ ઈન્ડિયા (RBI)એ 4 માર્ચે તાત્કાલિક અસરથી IIFL ફાઈનાન્સ લિમિટેડને ગોલ્ડ લોન મંજૂર કરવા અથવા વિતરણ કરવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. સોનું ગીરવે મૂકીને લોન આપવાના મામલામાં અમુક ચિંતાજનક પરિસ્થિતિ સામે આવ્યા બાદ RBIએ આ પગલું ભર્યું છે. IIFL ફાઇનાન્સનો શેર 4 માર્ચ 2024ના રોજ, 3.94 ટકાના ઘટાડા સાથે 598 રૂપિયા પર બંધ થયો હતો. મળતી માહિતી મુજબ છેલ્લાં 5 દિવસમાં શેરમાં લગભગ 1.5 ટકાનો ઘટાડો થયો છે.
જો કે, RBIએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે IIFL ફાયનાન્સ તેના વર્તમાન ગોલ્ડ લોન બિઝનેસને સામાન્ય કલેક્શન અને રિકવરી પ્રક્રિયાઓ દ્વારા ચાલુ રાખી શકે છે. મળતી માહિતી મુજબ, કંપનીએ લોન ટુ વેલ્યુ (LTV) રેશિયો અંગેના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે.
નિવેદન અનુસાર, “RBIએ IIFL ફાયનાન્સ લિમિટેડને તાત્કાલિક અસરથી ગોલ્ડ લોન મંજૂર કરવા અથવા તેનું વિતરણ કરવાનું અથવા તેની કોઈપણ ગોલ્ડ લોન સોંપવાનું/સુરક્ષિત કરવાનું અથવા વેચવાનું બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે. RBIએ કહ્યું છે કે 31 માર્ચ, 2023ના રોજ IIFLની નાણાકીય સ્થિતિના સંદર્ભમાં કંપનીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય બેંકે કહ્યું છે કે કંપનીના ગોલ્ડ લોન પોર્ટફોલિયોમાં મોનિટરિંગ સ્તરે કેટલીક ચિંતાઓ જોવા મળી છે. તેમાં લોન મંજૂર સમયે અને ડિફોલ્ટ હરાજીના સમયે સોનાના શુદ્ધતા અને ચોખ્ખા વજનના પરીક્ષણ અને ચકાસણીમાં ક્ષતિઓનો સમાવેશ થાય છે.
સેન્ટ્રલ બેંકે કહ્યું કે નિયમનકારી ઉલ્લંઘનો ઉપરાંત આ પ્રવૃત્તિઓ ગ્રાહકોના હિતોને પણ અસર કરે છે. નિવેદન અનુસાર, આ પ્રતિબંધોની સમીક્ષા RBI દ્વારા સ્પેશિયલ ઓડિટ પૂર્ણ થયા બાદ કરવામાં આવશે અને કંપનીના સ્પેશિયલ ઓડિટ તારણો અને RBI ઈન્સ્પેક્શન તથ્યોથી સંતોષકારક સંતોષ થશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો