• દક્ષિણ ભારતમાં પાણીનું ગંભીર સંકટ

    CWCના રિપોર્ટ અનુસાર, દેશનાં 86 જળાશયોમાં પાણીનું સ્તર 40% ઓછું છે અને 24 જળાશયોમાં પાણીનો સંગ્રહ 50%થી પણ ઓછો છે. દેશનાં મુખ્ય 150 જળાશયોમાંથી 6 જળાશયના તળિયા દેખાઈ રહ્યાં છે અને 12 જળાશયમાં પાણીનું સ્તર 10 ટકાની નીચે પહોંચી ગયું છે.

  • 54 જળાશયોમાં પાણીનું સ્તર 40%થી ઓછું

    સેન્ટ્રલ વોટર કમિશન (CWC)ના આંકડા દર્શાવે છે કે, 16 ફેબ્રુઆરી સુધીમાં દેશનાં મુખ્ય જળાશયોમાં પાણીનો સંગ્રહ ઘટીને 47% થઈ ગયો છે, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં 82% હતો. છેલ્લાં 10 વર્ષની સરેરાશ 95 ટકા છે અને તેની સરખામણીએ પાણીનું સ્તર લગભગ અડધું થઈ ગયું છે.

  • જળાશયોમાં પાણીનું સ્તર ઘટ્યું

    નૈઋત્યના ચોમાસામાં અત્યાર સુધી વરસાદની 11 ટકા ઘટ નોંધાઈ છે. અલ નીનોની અસર છેક ફેબ્રુઆરી સુધી રહેવાની આગાહી છે. આ પરિસ્થિતિમાં જળાશયોમાં પાણીનું ઘટતું સ્તર ચિંતાજનક છે.