Home >
બજેટમાં ઘર ખરીદનારા માટે બે ઓપ્શન હોય છે. પહેલું હાઇરાઇઝ સોસાયટીમાં ફ્લેટ અને બીજું બિલ્ડર ફ્લોર..બિલ્ડર ફ્લોર લો રાઇઝ બિલ્ડિંગનો હિસ્સો હોય છે. જેમાં 3 કે 4 ફ્લોર હોય છે. હાઇરાઇઝ સોસાયટીમાં ફ્લેટ કે બિલ્ડર ફ્લોર..બન્નેમાંથી કોના માટે શું યોગ્ય છે? આવો સમજીએ
બિલ્ડરના ડિફોલ્ટ થવાના કિસ્સામાં ઘર માટે પૈસા ભરનારા ગ્રાહકને સરળતાથી ફટાફટ રિફન્ડ આપવાની કવાયતના ભાગરૂપે સરકારે તમામ રાજ્યોને એડવાઈઝરી જાહેર કરી છે અને ગુજરાત રેરા મૉડલ સમકક્ષ નિયમો બનાવવા જણાવ્યું છે.
અત્યારે પ્રોપર્ટીના ભાવ આસમાને છે. હોમ લોનના વ્યાજ દરો પણ ઊંચા છે. આવી સ્થિતિમાં ઘર ખરીદવા જેવો મોટો નાણાકીય નિર્ણય લેવો એક મોટો પડકાર બની જાય છે. પ્રોપર્ટી ખરીદવા માટે કોઈ સેટ રૂલ નથી. જેને ફૂલફિલ કરીને તમે ડ્રિમ હોમનું સપનું પૂર્ણ કરી શકો. પરંતુ કેટલાક ફેક્ટર્સ જરૂર છે. જેની મદદથી તમે એ વાતનો નિર્ણય કરી શકો છો કે ક્યારે તમે ઘર ખરીદી શકો છો.
વર્ષ 2023માં સમગ્ર દેશમાં 2,707 એકરથી પણ વધારે જમીન માટેના ઓછામાં ઓછા 97 અલગ-અલગ સોદા નોંધાયા હતા. અમદાવાદમાં સૌથી વધુ 739.8 એકર જમીન માટે સોદા થયા હતા.
બિલ્ડિંગ બનીને પૂર્ણ થયા બાદ ઓથોરિટી એ ચેક કરે છે કે બિલ્ડિંગનું બાંધકામ બિલ્ડિંગ બાય-લોઝ અનુસાર અને લેઆઉટ મુજબ થયું છે કે નહીં. જો નિયમોનું પાલન કરવામાં આવ્યું હોય... તો ઓથોરિટી ડેવલપરને ઓક્યુપન્સી સર્ટિફિકેટ એટલે કે OC ઇશ્યૂ કરી દે છે. આ સર્ટિફિકેટ ચેક કરવું જરૂરી છે.
હોમ લોનના વ્યાજ દરનો આધાર વ્યક્તિના ક્રેડિટ સ્કોર પર રહેલો છે. અત્યારે ખાનગી અને સરકારી બેન્કો 8.30 ટકાથી 10.50 ટકાના દરે હોમ લોન ઑફર કરે છે. બેન્કો બે પ્રકારની (ફિક્સ્ડ રેટ અને ફ્લોટિંગ રેટ) હોમ લોન ઓફર કરે છે.