• ક્યારથી બેસશે સત્તાવાર ચોમાસું?

    હવામાન વિભાગે આગાહી કરી છે કે, નૈઋત્યનું ચોમાસું 31 મે સુધીમાં કેરળ આવી પહોંચે તેવી શક્યતા છે. આ આગાહીમાં ± 4 daysની ત્રુટિ હોઈ શકે છે. સામાન્ય રીતે, કેરળમાં ચોમાસું બેસવાની સત્તાવાર તારીખ 1 જૂન છે.

  • 2024ના અંત સુધી મોંઘા બટાકા ખાવા પડશે

    ગરમીમાં બટાકાની માંગ વધવાથી બટાકા મોંઘા થયા છે. બટાકાના પાક પર અસર પડી હોવાથી માલ ઓછો આવી રહ્યો છે અને સામે માંગ છેક ડિસેમ્બર સુધી ઊંચી રહેવાની શક્યતા છે.

  • એપ્રિલમાં જથ્થાબંધ ફુગાવો 1.26% થયો

    સરકારે જાહેર કરેલા આંકડા અનુસાર, એપ્રિલમાં જથ્થાબંધ ફુગાવો (wholesale Inflation) 1.26%ના 13 મહિનાના ઊંચા સ્તરે પહોંચી ગયો છે. સતત છ મહિનાથી જથ્થાબંધ ફુગાવો પોઝિટિવ રહ્યો છે.

  • ઘઉંની ખરીદી ધીમી પડી

    કૃષિ મંત્રાલયના આંકડા અનુસાર, પાક વર્ષ 2023-24માં ઘઉંનું ઉત્પાદન 1,120.19 લાખ ટન થશે, જે ગયા વર્ષે 1,105.54 લાખ ટન હતું. સરકારે માર્કેટિંગ વર્ષ 2024-25 માટે 196 લાખ ટન ઘઉંની ખરીદી કરી છે.

  • કૃષિ નિકાસ 8.8% ઘટીને $43.7 bn થઈ

    Agri exports: લાલ સમુદ્રમાં કટોકટી (Red Sea Crisis), રશિયા-યુક્રેન યુદ્ધ અને સરકારે ઘઉં, ચોખા, ખાંડ તથા ડુંગળી જેવી મહત્ત્વપૂર્ણ ખાદ્ય ચીજવસ્તુઓની નિકાસ પર પ્રતિબંધ લગાવ્યા હોવાથી નિકાસ પર અસર પડી છે.

  • શાકભાજીની મોંઘવારી ક્યાં સુધી હેરાન કરશે

    ગરમી વધવાથી શાકભાજીના સપ્લાય પર અસર પડી છે અને તેના કારણે આગામી કેટલાક મહિના સુધી મોંઘવારી દરમાં 0.4-0.6% વધારો થવાનો અંદાજ છે.

  • સામાન્ય કરતાં વધારે વરસાદ પડશેઃ IMD

    હવામાન વિભાગે જણાવ્યું છે કે, જૂનથી સપ્ટેમ્બરની વચ્ચે ભારતમાં ચોમાસું સારું રહેશે અને સામાન્ય કરતાં વધારે પડશે. દેશનાં મોટા ભાગનાં રાજ્યોમાં સામાન્યથી વધુ વરસાદ પડશે અને લા નીના તથા પોઝિટિવ IODથી ચોમાસું સારું રહેવાની શક્યતા છે.

  • આ વખતે ચોમાસું કેવું જશે?

    weather forecasting company Skymetએ જણાવ્યું છે કે, આ વખતે લાંબા ગાળાની 880.6 મીમી વરસાદની સરેરાશના 98 ટકા જેટલો વરસાદ પડી શકે છે. ભારતમાં સરેરાશ વરસાદની 65 ટકા શક્યતા છે.

  • દક્ષિણ ભારતમાં પાણીનું ગંભીર સંકટ

    CWCના રિપોર્ટ અનુસાર, દેશનાં 86 જળાશયોમાં પાણીનું સ્તર 40% ઓછું છે અને 24 જળાશયોમાં પાણીનો સંગ્રહ 50%થી પણ ઓછો છે. દેશનાં મુખ્ય 150 જળાશયોમાંથી 6 જળાશયના તળિયા દેખાઈ રહ્યાં છે અને 12 જળાશયમાં પાણીનું સ્તર 10 ટકાની નીચે પહોંચી ગયું છે.

  • ઘઉંનો જથ્થો કેમ ઘટી રહ્યો છે?

    FCIના આંકડા અનુસાર, માર્ચ મહિનાના પ્રારંભે સરકારી વખારોમાં ઘઉંનો જથ્થો 97 લાખ ટન નોંધાયો છે, જે 2017 પછીનું સૌથી નીચલું સ્તર છે.