• અંબાણી માત્ર 1 રૂપિયામાં ખળભળાટ મચાવશે

    જિયોસિનેમાએ માસિક 29 રૂપિયાની ઓછી કિંમતનો પ્લાન લાવીને નેટફ્લિક્સ અને એમેઝોન પ્રાઈમની મુસીબત વધારી દીધી છે. હરીફ કંપનીઓ પણ રેટમાં ઘટાડો કરે તેવી શક્યતા છે.

  • RILના અપેક્ષા કરતાં સારા પરિણામ

    RIL Q4 earnings: એનાલિસ્ટ્સને અપેક્ષા હતી કે, મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ માર્ચ-2024 ક્વાર્ટરમાં 5-10% ઘટાડો નોંધાવશે અને આવકમાં 2 અંકમાં વૃદ્ધિ કરશે, પરંતુ કંપનીએ નફામાં માત્ર 2% ઘટાડો નોંધ્યો છે.

  • રિલાયન્સ જિયોનો નફો અને આવક વધ્યા

    રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની ટેલિકોમ કંપની રિલાયન્સ જિયો ઈન્ફોકોમે માર્ચ-2024 ક્વાર્ટરમાં બજારની અપેક્ષા મુજબ પરિણામ જાહેર કર્યાં છે. કંપનીની આવક 11% જ્યારે નફો 13% વધ્યો છે.

  • અંબાણી અને મસ્ક ભાગીદારી કરશે?

    મુકેશ અંબાણી અમેરિકાની ઈલેક્ટ્રિક કાર કંપની ટેસ્લાના માલિક ઈલોન મસ્ક સાથે હાથ મિલાવે તેવી શક્યતા છે. ટેસ્લા ભારતમાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવા માંગે છે અને તેના માટે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સાથે જોઈન્ટ વેન્ચર કરે તેવી શક્યતા છે.

  • ભારતના ટોપ-10 ધનિકોની યાદી

    Forbes Richest List 2024માં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના મુકેશ અંબાણી અને અદાણી ગ્રૂપના ગૌતમ અદાણી સહિતના 200 ભારતીય લોકોને સ્થાન મળ્યું છે. ભારતના ધનિકોની સંપત્તિ 41 ટકા વધી છે.

  • જિયોના ગ્રાહકોમાં થયો મોટો ઉછાળો

    ભારતનાં ટેલિકોમ માર્કેટમાં રિલાયન્સ જિયો અને ભારતી એરટેલની સ્થિતિ મજબૂત થઈ રહી છે. વોડાફોન આઈડિયા અને BSNLના વાયરલેસ ગ્રાહકો ઘટી રહ્યાં છે, જેનો સીધો ફાયદો જિયો અને એરટેલને મળી રહ્યો છે.

  • અંબાણી અને અદાણી વચ્ચે થયો સોદો

    બે હરીફ અબજોપતિઓએ પહેલીવાર હાથ મિલાવ્યા છે. મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે ગૌતમ અદાણીના મધ્યપ્રદેશના પાવર પ્રોજેક્ટમાં 26 ટકા હિસ્સો ખરીદ્યો છે, અને પ્લાન્ટની 500 મેગાવોટ વીજળીના કેપ્ટિવ ઉપયોગ માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે.

  • રિલાયન્સ-ડિઝની વચ્ચે મેગા ડીલ

    સંયુક્ત સાહસના ચેરપર્સનનો હોદ્દો નીતા અંબાણી સંભાળશે જ્યારે Viacom18ના બોર્ડ મેમ્બર ઉદય શંકર વાઈસ ચેરપર્સન તરીકે હોદ્દો સંભાળશે.

  • રિલાયન્સ-એલિફન્ટ હાઉસ વચ્ચે કરાર

    રિલાયન્સ દ્વારા સમગ્ર ભારતમાં એલિફન્ટ હાઉસ બ્રાન્ડ હેઠળ બેવરેજિસનું ઉત્પાદન, વેચાણ અને વિતરણ કરવામાં આવશે. શ્રીલંકાના સૌથી મોટા જૂથ જ્હોન કીલ્સ હોલ્ડિંગ્સ PLCની પેટાકંપની સિલોન સ્ટોર્સ PLC પાસે એલિફન્ટ હાઉસની માલિકી છે.

  • ગુજરાતમાં અદાણી ગ્રૂપ સૌથી મૂલ્યવાન

    '2023 Burgundy Private Hurun India 500'ની યાદીમાં ગુજરાતની 31 કંપનીઓને સ્થાન મળ્યું છે, જેમનું સંચયી મૂલ્ય સૌથી વધારે છે. કંપનીઓની સંખ્યાની રીતે કર્ણાટકની ઓછામાં ઓછી 61 કંપનીને યાદીમાં સ્થાન મળ્યું છે જ્યારે પશ્ચિમ બંગાળની 25 કંપની યાદીમાં સામેલ થઈ છે.